ગ્રહણ માં દર્ભ શા માટે વપરાય છે.
*ગ્રહણમાં દર્ભ કે દાભ શા માટે વપરાય છે ?.* સર્વ પ્રથમ દાભ એટ્લ્વ શું? શાસ્ત્રોમાં વર્ણિત દાભનો ઉપયોગ વિગેરે પર ચર્ચા કરીએ દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે. દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે. દાભ કે દર્ભ એ સૂકું લાબું ઘાંસ જે બહુજ પાણી વાળી જગ્યા એ ઉગે છે. લીલું હોય ત્યારે તેનાં પત્તા ની ધાર એટલી તિક્ષ્ણ હોય કે તે ઘસાય તો ચામડી કાપી નાંખે લોહી નીકળે. પહેલાં ના સમયમાં બ્રાહ્મણો ઋષિઓ તે સાવધાનતાથી કુશગ્રાહિણી અમાસ (શ્રાવણ માસની અમાસ)ના દિવસે શ્લોકોચ્ચાર કરી પધારાવતા અને સુકાયા પછી વાપરતા. ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે. ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ૧૧માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે. બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્...