ગ્રહણ માં દર્ભ શા માટે વપરાય છે.
*ગ્રહણમાં દર્ભ કે દાભ શા માટે વપરાય છે ?.*
સર્વ પ્રથમ દાભ એટ્લ્વ શું? શાસ્ત્રોમાં વર્ણિત દાભનો ઉપયોગ વિગેરે પર ચર્ચા કરીએ
દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે. દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે.
દાભ કે દર્ભ એ સૂકું લાબું ઘાંસ જે બહુજ પાણી વાળી જગ્યા એ ઉગે છે. લીલું હોય ત્યારે તેનાં પત્તા ની ધાર એટલી તિક્ષ્ણ હોય કે તે ઘસાય તો ચામડી કાપી નાંખે લોહી નીકળે. પહેલાં ના સમયમાં બ્રાહ્મણો ઋષિઓ તે સાવધાનતાથી કુશગ્રાહિણી અમાસ (શ્રાવણ માસની અમાસ)ના દિવસે શ્લોકોચ્ચાર કરી પધારાવતા અને સુકાયા પછી વાપરતા.
ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે. ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ૧૧માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે. બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્વ પ્રાપ્ત કર્યું ત્યારે ગૌતમ બુદ્ધ દર્ભના જ આસન પર બેસી ને ધ્યાન કરતા હતા. હિંદુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે.
પૂજા યજ્ઞ વગેરેમાં તેની ચટ્ટાઈ બનાવી વાપરતા તેને દર્ભાસન કહેવાય. યજ્ઞ, હોમ, શ્રાદ્ધ, પિંડદાન હવન જેવી ધાર્મિક વિધિ કરાવતી વખતે તેની વીંટી કે કડું કે કંકણ બનાવી યજમાન જે વિધિમાં બેસે તેને બાંધતા. વિધિ પુરી થાય ત્યારે જ કાઢી નાખવામાં આવે.
આ પહેરવાથી તે યજમાન પહેરે ત્યાં સુધી તે શાસ્ત્ર ક્રિયા કરવા ઉત્તમ પવિત્ર શુદ્ધ મનાતો. તેને લૌકિક બાધા અશૌચ જેવી કે સૂતક પિંડરૂ સ્પર્સ ન કરે તેવું શાસ્ત્ર વચન છે. એટલા દિવસ તેણે સ્નાન કરવાનું હોતું નથી પણ શુદ્ધતા યથાવત ગણાય છે. એટલી દર્ભમાં શાસ્ત્રોક્ત પવિત્રતા કહેલી છે.
*દર્ભ માં લગભગ 60% (એક્સ-રે) કિરણોત્સર્ગ શોષાય છે!* તેથી સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ સમયે ગ્રહના કિરણોત્સર્ગથી બચાવવા માટે ઘરના તમામ ખાદ્ય વાસણ માં આ પવિત્ર ઘાસ રાખવામાં આવે છે. હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગથી બચાવવા માટે તમામ ખાદ્ય વસ્તુઓને આવરી લેવા માટે થાય છે.
આપણા ઋષિઓ આજ ના વૈજ્ઞાનિકો કરતા વધારે જ્ઞાન ધરાવતા હતા, *જગદીશચંદ્ર બોઝે વનસ્પતિઓમાં જીવ છે એમ વૈજ્ઞાનિક રીતે સિધ્ધિ કરેલ, જે આપણા.શાસ્ત્રોમાં હજારો વરસો પહેલાં કહેલ,આઇન્સ્ટાઇને ગુરુત્વાકર્ષણ નિયમ શોધ્યો, તો શું તે પહેલાં શું ગુરુત્વાકર્ષણનો નિયમ ન હતો ?* આવી ઘણી બાબતોમાં આજે વિજ્ઞાન પ્રાચીન મહાન ઋષિઓના શોધને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ..
*જયારે આપણે આજે અન્ય ધર્મિઓ કરતાં વધુ નાસ્ર્તિક, શાસ્ત્રીય પ્રમાણોને અવૈજ્ઞાનિક, અંધશ્રધ્ધા યુકત બતાવી મનસ્વી વર્તન કરી રહ્યાં છે. જેને કારણે અકલ્પિત રોગો, ઘટનાઓ તેમજ વિધર્મીઓ સાંસ્કૃતિક આક્રમણોના ભોગ બની રહ્યાંછે.રહ્યાં છે.*
તેથી "ચાલો આપણે આપણા પ્રાચીન વિજ્ઞાન અને આપણા મહાન વારસાને બચાવીએ"
=============================
શ્રી સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્ર્સ્ટ - વલ્લભ વિધાનગર
Comments