પાપ ક્યાં જાય છે

*પાપ ક્યાં જાય છે?*

શાસ્ત્ર માં બ્રાહ્મણ ભોજન અને બ્રાહ્મણ ને જ દાન-દક્ષિણા આપવાનો આદેશ કેમ કર્યો છે?

બ્રાહ્મણ જ્યારે આપના ઘરે ભોજન કરે છે ત્યારે સ્વયં નારાયણ આપને ત્યાં ભોજન કરે છે.. વિષ્ણુ સહસ્ર માં ભગવાન નુ એક નામ આવે છે *બ્રહ્મવિદ્ બ્રાહ્મણો..* એટલે કે બ્રાહ્મણ પણ મારું જ હાલતુ ચાલતુ સ્વરૂપ છે... તો સમજો કે જ્યારે બ્રાહ્મણ આપના ઘરે ભોજન કરે છે એનો મતલબ સ્વયં નારાયણ આપના ઘરે ભોજન કરે છે... હવે નારાયણ જેના ઘરે ભોજન કરે એનાં પાપ કાંઈ શેષ રહે??? બ્રાહ્મણ જેના પણ ઘરે જમે એ વ્યક્તિ નુ પાપ જમે છે.. ત્યારે એ વ્યક્તિ પાપ મુક્ત થાય છે.. અને એ જ પાપ સંધ્યોપાસના દ્વારા બ્રાહ્મણ બાળી નાંખે છે.. 

દાન - દક્ષિણા પણ બ્રાહ્મણ ને જ કેમ આપવા માં આવે છે... દક્ષિણા પણ સ્વયં ભગવતી છે અને યજ્ઞ સ્વયં નારાયણ છે.. દાન કે દક્ષિણા આપી ને બ્રાહ્મણ ને તમે તમારા પાપ માંથી મુક્ત કરવા માટે    બંધક બનાવો છો.. બ્રાહ્મણ પોતાના પુણ્ય બેલેન્સ દ્વારા ફક્ત સંકલ્પ માત્ર થી પાપમુક્ત કરાવી શકે છે.... બ્રાહ્મણ જ્યારે સંધ્યા કરે છે ત્યારે નિત્ય પોતાના પાપ ને બાળે છે.. જ્યારે તમે બ્રાહ્મણ સીધું આપો છો ત્યારે એ નવેગ્રહ તમારા પર રાજી થાય છે અને એમની સંપૂર્ણ કૃપા ઉતરે છે.. માટે જ પહેલા વાર તહેવાર માં આપણા વડવાઓ કમાણીનો અને ખેડૂતો પાક નો પહેલો ભાગ બ્રાહ્મણ ને આપતાં...

*આ છે એક બ્રહ્મવિદ્ સંધ્યોપાસનશીલ બ્રાહ્મણ ની તાકાત..*
 
નમો બ્રહ્મણ્યદેવાય ગૌબ્રાહ્મણ હિતાય ચ..
જગત્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ..

સાક્ષાત્ ગોવિંદસ્વરૂપ એવાં ધરતી પર નાં દરેક ભુદેવો નાં ચરણો માં વંદન...

🌼🪷હર હર મહાદેવ🪷🌼મહાદેવ મહાદેવ

Comments

Popular posts from this blog

આજનું પંચાંગ તથા રાશિ ભવિષ્ય. (૨૨/૧૧/૨૦)

Bhairav ashtakam

એકાદશી વ્રત