ઋષિપંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ.
*' આજે છે સામાપાંચમ_ઋષિપંચમી '*... *માણસના જન્મ પછી જ વ્યક્તિ પોતે પાંચ પ્રકારના ઋણથી(દેવું) સજ્જ થઈ જાય છે. આપણી સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ પણ વિવિધ સંસ્કારો વિધિ વિધાનથી આપવાની શિક્ષા આપી છે. આ તમામ સંસ્કારો જન્મથી અંતિમ સંસ્કાર સુધી કરવામાં આવે છે. જે વ્યક્તિ આ દેવાની ચુકવણી ન કરે તેને ઘણાં દુઃખો અને સંતાપનો સામનો કરવો પડે છે અને શાપ મળે છે. આ દેવું છે- માતૃ ઋણ, પિતૃ ઋણ, મનુષ્ય ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ. આ ઋણમાંથી છૂટકારો મેળવવા માટે શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધી અને પિંડદાન કરવું પડે છે.* *ઋષિમુનીઓનું સ્થાન પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ ઉંચુ માનવામાં આવ્યું છે. ઋષિ ઋણ એટલે કે જે ઋષિના ગૌત્રમાં મનુષ્ય પેદા થાય છે. વંશ વૃદ્ધિ કરી, તે ઋષિઓના નામ પોતાના નામ સાથે જોડવામાં લોકો અચકાય છે. તેમના ઋષિ તર્પણ પણ નથી કરતાં.* *પિતાની આજ્ઞા અનુસાર ગુરુ દ્વારા, બ્રાહ્મણ દ્વારા જે મનુષ્ય તપર્ણ વિધિ કરીને ઋષિ પંચમીના દિવસે પોતાના છ ઋણ પૈકી ગુરુઓ, ઋષિઓ અને પિતૃઓને યથાયોગ્ય સમર્પણ કરે છે.આ દિવસે પિંડ દાન પણ કરીને શ્રાદ્ધ કરી શકાય છે.મહિલાઓ આ દિવસે સામા પંચમી કરે છે.* ...