પંચામૃત કેમ બનાવવું

પંચામૃત 

આજે પંચામૃત બનાવતી હતી ત્યારે અચાનક એક વાત યાદ આવી. ઘણા વર્ષો પહેલા એકવાર કોઇ સગાને ત્યાં હુ પૂજામાં ગઇ હતી. પૂજા ચાલુ થવાની હતી તે પહેલા ગોરબાપા બધું આવી ગયું કે નહી તે તપાસી રહ્યા હતા. લિસ્ટ પ્રમાણે બધું જ ત્યાં હતું ફક્ત પંચામૃત નહોતું એટલે તેમને યજમાનને પંચામૃતનું પૂછ્યું. કોઈ કારણોસર એ બેન બનાવતા ભૂલી ગયા હતા એટલે તેમણે પોતાની 22 વર્ષની દીકરીને કહ્યું કે મધ, ખાંડ, ઘી, દહીં અને દૂધ બધુ ભેગું કરી તેમાં તુલસી પાન મૂકી લેતી આવ. એ દીકરી રસોડા બાજુ દોડે તે પહેલા ગોરબાપા એ તેને રોકી ને  પૂછ્યું તને ખબર છે આ બધાનું માપ કેટલું લેવાનું હોય? દીકરી તેની મમ્મી સામે જોવા લાગી. ગોરબાપા સમજી ગયા એટલે તે અમારા બધાની સામે ફરી પંચામૃતની શાસ્ત્ર પ્રમાણે બનાવવાની સાચી રીતે કહી. તહેવારો આવે છે એટલે આપણા બધા ના ઘરે પંચામૃત બનશે એટલે ગોરબાપા એ કહેલું માપ અહીં લખું છું. 

સૌથી પહેલા તો ગોરબાપા એ કહ્યું કે પંચામૃત (પાંચ અમૃત) ને ચાંદી, માટી અથવા સ્ટીલના પાત્ર માં બનાવવાનુ. કાચ, કાંસુ, પીતળ કે અન્ય કોઈ ધાતુમાં નહિ બનવવાનું. 
માપ માટે ચમચી, વાટકો કે અન્ય કોઈ પણ પાત્ર લો તે એક જ રાખવાનું એટલે માપ સરખું આવે. 

૧ - ચમચી મધ   
૨ - ચમચી ગાય નું ઘી 
૪ - ચમચી ખાંડ 
૮ - ચમચી ગાયના દૂધ માંથી બનાવેલ દહીં 
૧૬ -  ચમચી દૂધ  

જો વાટકા નું માપ લો તો પણ એજ રીતે માપ લેવું.  મધ થી ડબલ ગાયનું ઘી, ઘી થી ડબલ ખાંડ, ખાંડ થી ડબલ દહીં અને દહીં થી ડબલ દૂધ. પંચામૃતનું આપણી પૂજામાં એક મહત્વ નું સ્થાન છે એટલે તેને બનાવતી વખતે  શ્ર્લોક, ભજન, અથવા ભગવાનનું નામ સ્મરણ કરવું. અદ્ભુત રિવાજો, પરંપરા અને સંસ્કૃતિ છે આપણી. આને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. ગોરબાપા એ બધુ એટલું સરસ સમજાવ્યું કે બધા ખુશ થઇ ગયા. 

ગોરબાપાનો ખૂબ આભાર. 
આશા છે આપ બધાને પણ આ લેખ કામ આવશે.

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri