બ્રાહ્મણો નું મહા પર્વ એટલે ઉપાકર્મ સંસ્કાર શ્રાવણી પ્રયોગ (જનોઈ પરિવર્તન)*

*બ્રાહ્મણો નું મહા પર્વ એટલે ઉપાકર્મ સંસ્કાર શ્રાવણી પ્રયોગ (જનોઈ પરિવર્તન)*
શ્રાવણ સુદ પૂનમ ના દિવસે આ વૈદિક વિધી કરવામાં આવે છે .વર્ષ દરમિયાન વેદમંત્ર પારાયણ માં,વિધી વિધાન દરમ્યાન કોઈપણ પ્રકારની ક્ષતિ ઉણપ ભુલ કરી હોય તો વેદ નિર્માલ્ય બને. જેમ કે મંત્રોચ્ચાર દરમ્યાન હ્રસ્વ, દીર્ઘ,પૂલ્ત,નાસિક,અનુનાસિક,કંઠ્ય,તાલુ,દન્ત્ય ઔષ્ઠ્ય જેવા શબ્દને ઉચ્ચારણ સમયે ગલત ઉચ્ચારણ થયું હોય,કે મલેચ્છ શુદ્ર ,કુતરા બિલાડી ગઘેડા જેવા પ્રાણીઓ ને સાંભળતાં વેદધ્વનિ કર્યો હોય પોતાની અશુદ્ધિ માં વેદ ધ્વની કરેલા હોય, રસ્તામાં ચાલતા કે વાહનો માં વેદપાઠ કર્યો હોય.જનોય ખંડીત થયાં પછી ચાલ્યા હોય કે ભોજન કરેલા હોય સુતક બાધક બાદ,રજસ્વલા સ્ત્રી ને અડેલા હોય.આવાં આપણને અનેક દોષ જાણતા અજાણતા વેદ જનોઈ ના દોષ થયેલાં હોઈ તો તે અપરાધ ની નિવૃત્તિ આ ઉપાકર્મ સંસ્કાર વિધિ થી થાય છે. આ વિધીમાં હેમાદ્રી શ્રવણ,દશવિધીસ્નાન,સ્નાનાન્ગ તર્પણ, મધ્યાહન સંધ્યા, બૃહદ ઉપસ્થાન,નિત્યતર્પણ સપ્તર્ષિ સહિત વિષ્ણુ તર્પણ,વેદ શાસ્ત્ર , વેદાન્ત તર્પણ, સમય તર્પણ ની વિધી કરવામાં આવે છે.  
       જનોઈ નું પુજન ,જનોઈ માં દ્વાદશ દેવોનું મંત્રાત્મક આવાહન કરવામાં આવે છે.અને તેથી જ તો યજ્ઞોપવિત માં જો ઓજસ્ ,તેજ અને ઉર્જા પ્રાપ્ત થાય છે.બાકી તો એ દોરા ધાગા જ છે.જેમ નવી મુર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો જ મુર્તિ કે સ્વરુપ પુજ્ય બને અને એમાં દૈવત્વ પધારે છે.
       દરેક વિપ્રે વર્ષમાં એક વખત તો આ વિધી પ્રમાદ આળસ કે લોભ નો ત્યાગ કરી નદી સરોવર કે મંદીર નાં કાંઠે ગુરુજનો વડીલો,પુજ્ય અને પુણ્ય જનો નાં સાનિધ્ય માં કરવી જ જોઈએ એવી વેદ ભગવાન ની આજ્ઞા છે
          ભગવાન વેદ ,ગાયત્રી,જનોય.અને શિખા.આ બ્રહ્મત્વ નાં ચાર આધાર સ્તંભ છે. બ્રાહ્મણો માંથી કાળક્રમે કરીને વેદ શાસ્ત્ર અને શિખા મોટાં ભાગનાં બ્રાહ્મણો માંથી લુપ્તપ્રાય થયાં છે.બ્રહ્મસુત્ર અને જનોઈ મોટાભાગના બ્રાહ્મણો માં સચવાયા છે.તો આ બે વસ્તુઓ સચવાશે તો પણ બ્રહ્મકુળ ની ઉન્નતિ પ્રગતિ થતી રહેશે 
            તો દરેક વિપ્રો ને મારી સવિનય વંદન પુર્વક પ્રાર્થના છે કે તમારી જનોઈ -ગાયત્રી ને સાચવજો એ તમારી અધોગતિ ક્યારે પણ નહીં થવા દે . જનોય પર્વ બળેવ બગાડશો નહીં . જ્યાં પણ હો ત્યાં ઉપાકર્મ સંસ્કાર ને ઉજાગર કરશો.

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri