ભૂદેવ માટે ખાસ અગત્યની સૂચના*🙏

🙏 *ભૂદેવ માટે ખાસ અગત્યની સૂચના*🙏
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ભૂદેવો માટે અનામત ના ફોર્મ ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવી રહ્યા છે. દરેક ભૂદેવોને આ ફોર્મ ભરવા માટે વધુ ને વધુ આ ફોર્મ ભરાય અને ભૂદેવો ને ગુજરાત સરકાર દ્વારા દરેક  ને લાભ મળે તે માટે આ ફોર્મ ભરવા જરૂરી છે. આ ફોર્મ વધુ માં વધુ ભરવામાં આવે તો દરેક ભૂદેવોને આર્થિક શૈક્ષણિક રીતે ઘણો બધો ફાયદો થાય છે. અન્ય સમાજ ના લોકો
આ યોજના ઓ નો પૂરે પૂરો લાભ લઈ રહ્યા છે. આપણી પણ ફરજ બને છે. કે દરેક ભૂદેવ ને આ ફોર્મ ભરાવી એ અને ગુજરાત સરકાર ના લિસ્ટની અંદર વધુ માં વધુ બ્રહ્મસમાજ ના ફોર્મ ભરાય અને આ યોજનાનો લાભ લઈએ. વધારે ફોર્મ ભરાવી શું એટલો જ ફાયદો આપણા બ્રહ્મ સમાજ ને છે. ગુજરાત સરકાર દ્વારા અમુક રકમ  દરેક કોમો ને ગુજરાત સરકાર દ્વારા એક ભંડોળ ફાળવવામાં આવે છે. તેનો વધુ ને વધુ લાભ અન્ય કોમ દ્વારા લઈ રહ્યા છે. કારણકે તેઓ અનામત ના ફોર્મ પોતાના સંગઠન નાં માધ્યમ થી વધુમાં વધુ ભરેલ છે, તેનો લાભ ગુજરાત સરકાર દ્વારા તમને વધુ માં વધુ મળી રહ્યો છે તેનું એક મુખ્ય કારણ છે કે તેઓએ દરેક વ્યક્તિઓ એ અનામતના ફોર્મ ભરેલા છે. સરકાર દ્વારા તેમની જ્ઞાતિ ને વધુમાં વધુ ભંડોળ ફાળવવામાં આવે છે. તો આપણે દરેક ભૂદેવો ને જાગૃત કરીએ, અને અનામતના ફોર્મ દરેક ભૂદેવો ભરે અને દરેક ને ભરાવીએ જેથી કરીને ગુજરાત સરકારની યોજનાઓ નો લાભ વધુમાં વધુ ભૂદેવ બ્રાહ્મણ ના દિકરા દિકરીઓ ને આ યોજનાનો લાભ લે તેના માટે દરેક ભૂદેવોએ આ ફોર્મ ભરવા માટેની કાર્યવાહી કરવી જોઈએ. અને દરેક ભૂદેવોને અનામત ફોર્મ ભરવા માટે ની યોજના ઓ વિશે જાણ કરવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા બિન અનામત નું ફોર્મ ભર્યા બાદ શું  લાભ થાય છે તેના વિશે આપણે જાણીશું.

*ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ની યોજનાઓ*:

*(1) *શૈક્ષણિક અભ્યાસ યોજના (લોન સહાય)* : રાજ્યમાં ચાલતા મેડિકલ ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આયુર્વેદ આર્કિટેક્ચર હોમિયોપેથી વેટનરી અને ફિઝીયોથેરાપી જેવા સ્વનિર્ભર સનાતન કક્ષાના અભ્યાસક્રમો માટે દસ લાખ સુધીની લોન.

(2) *વિદેશ અભ્યાસ લોન* ધોરણ 12 પછી એમ.બી.બી.એસ માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રીસચૅ જેવા ટેકનિકલ પેરામેડિકલ અને પ્રોફેશનલ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખ સુધીની લોન,

(3) *કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના*, : ધોરણ12 મા 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના માટે ૨૫ લાખ સુધીની લોન,

(4) *ભોજન બિલ સહાય* બિનઅનામત વર્ગના સ્નાતક કક્ષાના મેડિકલ,-ડેન્ટલ ટેકનિકલ, પેરામેડિકલ જેવા અભ્યાસ કર્મો માં અભ્યાસ કરતા સરકારી અનુદાનિત છાત્રાલય શિવાયના છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને 10 માસ માટે માસિક રૂપિયા 1200 લેખે ભોજન બિલ સહાય. 
કોઈ પણ સમાજ / ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબ ની ભોજન બિલ સહાય મળવા પાત્ર થશે.

(5) *ટ્યુશન સહાય*: ધોરણ 10 માં 70% હોય તેવા ધોરણ 11.12,ના વિજ્ઞાન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ ને દર વર્ષે વાર્ષિક ૧૫૦૦૦ સુધી ટ્યુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
કોઈપણ સંસ્થા/ સમાજ/ ટ્રસ્ટ દ્વારા ચલાવતા ટ્યુશન ક્લાસ ના વિદ્યાર્થીઓને પણ મળવાપાત્ર થશે.

(6) *JEE, GUJ, CET,  NEET, પરીક્ષા માટે કોચિંગ સહાય*. ધોરણ 12 નાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ને મેડીકલ એન્જીનીયરીંગ માં પ્રવેશ માટે *JEE, GUJCET, NEET,* જેવી પરીક્ષાઓ ની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓ માં કોટિંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા ૨૦,૦૦૦ ખરેખર જેથી તે પૈકી જે ઓછું હોય તે કોચિંગ સહાય મળવાપાત્ર થશે ધોરણ 10 માં 70% જરૂરી.

(7)) *સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય.* બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી વર્ગ એક વર્ગ ૨ અને વર્ગ 3 ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષા માટે માન્ય સંસ્થાઓ ધરાવતા તાલીમ માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા ૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવેલી પૈકી જે ઓછુ હોય તે માત્ર એક વખત સહાય મળવાપાત્ર થશે.

(8) *સ્વરોજગારલક્ષી યોજના  આે*:
(અ) : *વાહનો માટે*: રિક્ષા લોડિંગ રીક્ષા maruti eeco જીપ ટેક્સી જેવા વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ લોન તરીકે મળવા પાત્ર થશે.
(બ) : *વ્યવસાય માટે*: કરિયાણાની દુકાન store book stall રેડીમેડ ગારમેન્ટ કોઈપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે વધુમાં વધુ નક્કી કરેલ યુનિટ કોસ્ટ અથવા ખરેખર થયેલ છે ઓછું હોય તે મળવાપાત્ર થશે,
7 (અ) અને (બ) યોજના માટે લોન નું વ્યાજ દર પાંચ ટકા જ્યારે મહિલા લાભાર્થી માટે ચાર ટકા વ્યાજ નો દર  રહેશે.
(ક) : *બેંક ધિરાણ સામે વ્યાજ સહાય*: ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ્સ લોજિસ્ટિક ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સાથી મેળવવા બેંકમાંથી રૂપિયા છ લાખ સુધી ની લીધેલ લોન પર પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

(9): *તબીબી સ્નાતક વકીલ ટેકનિકલ નાટક માટે બેંક ધિરાણ સામે વ્યાજ સહાય*: તબીબ વકીલ ટેકનિકલ સ્નાતક થયેલ લાભાર્થી ને પોતાનું ક્લિનિક લેબોટરી /રેડિયોલોજી/ ક્લિનિક કે ઓફિસ ખોલવા માટે બેન્ક પાસેથી લીધેલ રૂપિયા 10 લાખ સુધીની લોન પર પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

👉 *જનરલ બાબતો*
1. તમામ યોજનાઓ માટે બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર જરૂરી છે.
2. શૈક્ષણિક લોન કિસ્સામાં સંબંધિત કાઉન્સિલર ની માન્યતા પ્રાપ્ત હોય તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
3. તમામ પ્રકારની લોન માટે આવક મર્યાદા વાર્ષિક રૂપિયા કલાક સુધી જ્યારે અન્ય તમામ સહાય યોજનાઓ માટે વાર્ષિક આવક મર્યાદા ૪.૫૦ લાખ સુધીની છે.
(4). અભ્યાસ માટે લોન મેળવવાના કિસ્સામાં ધોરણ 12 માં 60% કે તેથી વધારે માર્ક જરૂરી છે.
(5) ક્રમ પાંચ અને છ ના કોચિંગ માટે ધોરણ 10 માં 70% કે તેથી વધારે જ્યારે ક્રમ નંબર બે ત્રણ અને સાધના કિસ્સામાં ધોરણ12 મા 60% કે તેથી વધારે માર્કસ જરૂરી છે.
(6) સ્વરોજગારલક્ષી યોજનાઓ માટે વયમર્યાદા 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
(7) વાહન વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી હોય તેવું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તથા જરૂરી પાકુ ડ્રાઈવીંગ લાયસન્સ અને એક વર્ષનો અનુભવ જરૂરી છે,
(8) મેળવેલ વાહન નિગમ તરફી ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
(9) નાના વ્યવસાય માટે લોન મેળવવા ત્રણ માસમાં વ્યવસાય શરૂ કરવાનો રહેશે

👉 *લોન ની પરત ચુકવણી*
(1) રૂપિયા 5 લાખ સુધીની લોન આ કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ છૂટ બાદ પાંચ વર્ષના સરખા માસિક હપ્તામાં અને રૂપિયા પાંચ લાખ ઉપરની ના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ ફૂટ બાદ છ વર્ષના સરખા માસિક હપ્તામાં વસૂલ કરવામાં આવશે વ્યાજની પ્રથમ વસુલાત કરવામાં આવશે.
(2) વાહન મેળવવાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા 60 માસિક હપ્તામાં લોન વસૂલ કરવામાં આવશે,
(3) નાના વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના સરખા 60 માસિક હપ્તામાં વસૂલ કરવામાં આવશે.
*જિલ્લા કક્ષાએ વધુ માહિતી માટે સંપર્ક*
જિલ્લા મેનેજર ( અનુ.જાતિ)
જિલ્લા નાયબ નિયામક (વિકસિત જાતિ)
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસિત જાતિ)
*વધુ માહિતી માટે*
નિગમ ની વેબસાઈટ -www.gujarat.gov.in
બિન અનામત નું સર્ટી આવ્યા બાદ પર મુજબની તમામ સહાય સરકાર દ્વારા મળે છે તો દરેક ભૂદેવોને મારી નમ્ર વિનંતી છે કે બિન અનામત નું ફોર્મ દરેક ભૂદેવોને ભરવું,

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri