ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે: કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી---

ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે: કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી
---
ગુજરાતના નાગરિકો એક છેડેથી બીજા છેડે ૦૬થી ૦૮ કલાકમાં પહોંચી જાય એવાં માર્ગોનું નિર્માણ કરવાનો સંકલ્પ
--- 
અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે ૦૪ વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના કામોનું બગસરા ખાતે ખાતમુહૂર્ત માર્ગ-મકાન-વાહન વ્યવહાર-પ્રવાસન મંત્રીશ્રીના હસ્તે થયું
---
રાજ્યના ૧૬૦૦ કી.મી.ના દરિયા કાંઠા વિસ્તારમાં ૧૮૪૫ કી.મી.નો કોસ્ટલ હાઇવે નિર્માણ પામશે, ૧૫ જિલ્લામાંથી પસાર થનારો આ માર્ગ પ્રવાસનના વિકાસની જીવાદોરી બનશે
---
અમરેલી, તા.૧૬ ઓગસ્ટ, ૨૦૨૨ (મંગળવાર) રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રીશ્રી પુર્ણેશ ભાઈ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ મંત્રીશ્રી અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના ૦૪ કામોનું બગસરાના અટલ પાર્ક ખાતેથી ખાતમુહૂર્ત કર્યુ હતું. તેઓશ્રીએ મંગળવારે બગસરાના જેઠીયાવદર-જામકા-શીલાણા-હાલરીયા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, જાળીયા-કેરાળા-ખીજડીયા- હડાળા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, રાજુલા અને જાફરાબાદ તાલુકાના કા રોહિસા-ભાડા-ટીમ્બી રોડ ૧૭ કિ.મી. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રોડ ૧૨ કિ.મી.નું રિ-સરફેસીંગ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતું. મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ રહેલાં વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ગ મકાન વિભાગ દ્વારા નાગરિકોની સુખાકારી અને વ્યવસાય-વેપાર-ઉદ્યોગોને વેગ મળે તે માટે સ્ટેટ-પંચાયત-નેશનલ માર્ગોનું મરામત-વાઇડનીંગ-રિ-સરફેસીંગ કામ પુરજોશમાં કરવામાં આવ્યું છે. ગુજરાતના નાગરિકો એક છેડેથી બીજા છેડે ૦૬થી ૦૮ કલાકમાં પહોંચી શકે એવાં માર્ગોનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈને કાર્યરત સરકારશ્રીના વિવિધ વિકાસ કાર્યોની તેમણે માહિતી આપી હતી. 
  કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે, લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવેલા અને આયોજન ન કર્યુ હોય તેવાં પંચાયત-સ્ટેટ-નેશનલ માર્ગોના વાઇડનીંગ, નવા માર્ગો બાંધવાના કુલ ૧૨,૨૦૦ કરોડના કામોનું મે મહિનાથી ઓક્ટોબર દરમિયાન લોકાર્પણ, ખાતમુહૂર્ત થઈ રહ્યુ છે. આ કડીના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના ૦૪ કામોનું બગસરાથી ખાતમુહૂર્ત થઈ રહ્યુ છે. મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કચ્છથી દાહોદ-એમ.પી. બોર્ડર સુધી, બનાસકાંઠાથી મહારાષ્ટ્ર બોર્ડર સુધી, સૌરાષ્ટ્રથી અંબાજી- આબુ રોડ સુધી જવા માટે પ્રગતિ પંથ રસ્તા તૈયાર થઈ રહ્યા છે. રાજ્યમાં જે માર્ગો ૦૪ લેન છે તે ૦૬ અને ૦૬ લેન માર્ગો છે તેને ૦૮ લેન માર્ગ બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. 
  કેબિનેટ મંત્રીશ્રીએ ગુજરાતના ફાસ્ટ ટ્રેક વિકાસને વેગ આપતા પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યુ કે, રાજ્યના ૧૬૦૦ કી.મી. દરિયા કાંઠા વિસ્તારમાં ૨૫૦૦ કરોડના ખર્ચે ૧૮૪૫ કી.મી.નો કોસ્ટલ હાઇવે નિર્માણ પામી રહ્યો છે. આ માર્ગ રાજ્યના ૧૫ જિલ્લામાંથી પસાર થશે. શિવરાજપુર બીચથી લઈને સુવાળી, ઉભરાટ, ડુમસ, તીથલ સુધી અને માંડવીથી લઈને અહેમદપુર માંડવી સુધી આ હાઇવેના કારણે રાજ્યના પ્રવાસનને ખૂબ વેગ મળશે. પ્રવાસન ઉપરાંત માછીમારો માટે પણ આ હાઇવે વ્યાવસાયિક રીતે ફાયદો કરાવશે. આ હાઇવેના કારણે સુરતથી સૌરાષ્ટ્ર આવનજાવન માટેનું અંતર ઓછું થશે.  આ ઉપરાંત વાસદ તારાપુર-બગોદરા વચ્ચે નિર્માણ પામેલા માર્ગના કારણે સૌરાષ્ટ્રથી દક્ષિણ-મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાત આવનજાવનને વેગ મળ્યો છે.
    વરસાદના કારણે રાજ્યમાં થયેલા માર્ગોના ધોવાણ બાદ તેની કામગીરી પૂરજોશમાં કાર્યરત છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા મંક્ષીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સતત કામ કરવામાં આવ્યું છે, જેની વિગતો આપતા કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ ઉમેર્યુ કે, સરકારશ્રી દ્વારા વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સતત મરામત કરવામાં આવી રહ્યુ છે. આવતીકાલે જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠક બોલાવવામાં આવી છે જેમા મરામત કામ અંગે સૂચનાઓ આપવામાં આવશે. 
   મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં વડોદરાથી-મુંબઈ સુધી નિર્માણ પામી રહેલાં એક્સપ્રેસ-વેના કામની પ્રગતિની માહિતી પણ આપી હતી. સાથે જ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માટે થઈ રહેલા કાર્યોની વિગતો આપી હતી. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકામાં પ્રવાસનને વેગ આપવા માટે દરિયામાં નિર્માણ પામી રહેલા સિગ્નેચર બ્રીજના કારણે ૨૪ કલાક બેટ દ્વારકા જઈ શકાશે તેવી માહિતી પણ તેઓશ્રીએ આપી હતી. 
  રાજ્યમાં જળ-જમીન-વાયુ એમ ત્રણેય માર્ગે યાતાયાતની સુવિધા ઉપલબ્ધ છે જેમાં રો-રો ફેરી સર્વિસનો મંત્રીશ્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં જ કાર્યરત સુરત-અમરેલી વિમાન સેવા અને અમરેલી એરપોર્ટ પર આગામી સમયમાં શરૂ થનારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે જેનો તેઓશ્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. 
  આ કાર્યક્રમમાં ધારી-બગસરાના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતું. જ્યારે પૂર્વ સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષા રેખાબેન મોવલિયાએ મંત્રીશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ બગસરા રીવરફ્રન્ટના કામ માટે મંજૂરી મળે તેવી રજૂઆત કરી હતી જેની દરખાસ્ત કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના વિભાગને મોકલી આપવા માટે મંત્રીશ્રીએ સૂચન કર્યુ હતું.
જય

Comments

Popular posts from this blog

व्यतिपात योग कब हे? जानिए क्या करे और क्या नहीं

panchang dt२९/०६/२५

रथयात्रा जगन्नाथपुरी