सप्तमर्यादा: कवयस्तचक्षु: । shastri bhavnagar


હર મહાદેવ  spiritual shastri 

सप्तमर्यादा: कवयस्तचक्षु: । 

કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન માટેની સપ્તપદી  
વેદમાં વર્ણવેલી સાત મર્યાદાઓ... 

[૧]  કામ – ક્રોદ્ધ – લોભ 
આ ત્રણે વિકૃત વિચારોમાંથી નિપજતા ખોટા વિચારો 
એમાંથી પોતાની જાતને બચાવવી
સમયે સમયે આ ત્રણે જીવનમાં જરૂરી છે 
પણ આ ત્રણેનો જીવનમાં અને 
વિચારોમાં અતિરેક ન થવા દેવો.. 

[૨] ધ્યુત અને મધ્યપાનથી બચવું – 
કોઈ જાતનો જુગાર ન રમવો અને 
દેહને નુકશાન કરે એવો કોઈ નશાને આધીન ના થવું 
આ બેમાંથી જીવનકવનને બચાવવું..  
આ બે થી દૂર રહેવું... 

[૩] મારામારી ન કરવી...   
કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન આ ક્યારેય 
દૈહિક મારામારી તો ન જ કરે પણ ક્યારેક 
વચનોનો માર મારી ને મારામારી કરતાં હોય છે 
પ્રવચન કરવા ઊભા થયેલા વક્તા સામે 
આંગળી ચીંધી ને કહે કે – આણે બહુ લાંબુ કર્યું – 
એ પણ એક જાતની મારામારી જ છે 
કારણ વગરના ઘર્ષણો ઊભા ન કરવા... 

[૪] નારીની અવગણના ન કરવી – 
વિચારશીલ પુરુષો પોતાની રચનાઑ દ્વારા 
આપણને કહે છે કે  
જગતમાં નારી સમાજનું અપમાન ન કરવું 
નારી અપમાનના ફળો કોઈપણ યુગમાં સારા નથી આવતા 
માટે આપણાં મનીષીઓ આપણને સાવધાન કરે છે
કે નારીની અવહેલના ન કરવી... 

[૫] શિકાર ન કરવો – 
મતલબ કોઈનું શોષણ ન કરવું.. 
કોઇની રચના પોતાના નામે ચડાવી અને 
વહેતી મૂકવી એ શાસ્ત્રમાં પ્રજ્ઞા અપરાધ કહ્યો છે... 
કોઇની નકલ ન કરવી પણ 
પોતાની મૌલિકતા અને નિજતામાં જીવન જીવવું 

[૬] કોઇની નિંદા ન કરવી – 
કેવલ નિજલાભ માટે 
કારણ વગરની કોઇની પ્રશંસા ન કરવી... 
ઘણીવખત આપણે કોઇની પ્રશંસા કરતા હોઈએ છીએ 
પણ એમની ગેરહાજરીમાં બીજું ઘણું બધુ 
આપણે કરતાં હોઈએ છીએ.. 
કોઈનું શોષણ ન કરીએ એ બતાવ્યુ કે 
શોષણ ન થાય તો બને એટલું બીજાનું પોષણ થાય.. 
નિંદા ન કરાય – નિદાન કરવાની છૂટ છે... 

[૭] કઠોરતાનો ત્યાગ કરવો – 
વાણી અને વર્તનમાં ક્યાય કઠોરતા ન પ્રગટે 
એની સાવધાની રાખવી... 
ઘણીવખત આપણે સ્પષ્ટ વક્તા બનીને 
કોઈના દીલને ઠેસ પહોચાડતા હોઈએ છીએ... 
અભ્યાસ કર્યા વગર કોઈના વિષે 
ઉતાવળા થઈને અભિપ્રાય ન આપવો ... 

हरि स्मरण सह प्रणाम... 
- भोलानाथ शास्त्री
 हरी की कृपा से हरि के भक्तों को सप्रेम प्रणाम 
शास्त्री जी भावनगर 

Comments