BJP media sell dr.yagneshbhai dave in bhavnagar
આજ રોજ તારીખ. ૨૫/૦૬/૨૨.ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવે ભાવનગર પધારતા તેમની શુભેચ્છા મુલાકાત લેતા કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત.ભાવનગર જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ જાની , ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ઓઝા ઘોઘા તાલુકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વ્યાસ, v પંડિત ભાવનગર શહેર પૂર્વ વિભાગ ના પ્રમુખ શ્રી સુધીરભાઈ જોશી, v પંડિત ભાવનગર શહેર પશ્ચિમ ના ઉપપ્રમુખ શ્રી ભાવિકભાઈ મહેતા તથા નીલકંઠ મહાદેવ પાઠશાળાના ગુરુજી સંજયભાઈ પંડ્યા વગેરે એ હાજર રહી બ્રાહ્મણો ના ભવિષ્ય ની ચિંતા યજ્ઞેશ ભાઈ દવે સમક્ષ રજુ કરેલ.
આ પ્રસંગે કર્મકાંડી ભૂદેવો પુજારી શ્રી તથા કથાકાર શ્રી ઓ ને લગતા વિવિધ પ્રશ્નોની ભલામણ સરકાર માં કરવા માટે ડોક્ટર યજ્ઞેશભાઇ દવે ને રજૂઆત કરવામાં આવી હતી યજ્ઞેશભાઇ દવે એ આ પ્રશ્નો નો ને સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી હતી, ઇ. બી. સી. (બ્રહ્મસમાજ તથા અન્ય સમાજને જે 10 ટકા અનામત) તથા અન્ય લાભો મળે છે તેના વિશે ઉપરોક્ત આગેવાનો એ સમજણ આપી હતી. જેના વિશે કર્મકાંડી પૂજારી તથા કથાકારો ને આગામી કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ની મીટીંગો માં માહિતગાર કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના હિતેચ્છુ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ઉપાધ્યાય એ વિશેષ હાજરી આપી અને સહયોગ આપ્યો હતો..
Comments