મોહિની એકાદશી shashtriji bhavnagar

હર મહાદેવ
જય શ્રી કૃષ્ણ 27 તારીખ સોમવારે મોહિની એકાદશી છે. 
મોહિની એકાદશી



    ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા:- હે ભગવાન શ્રી કૃષ્ણ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે ? તેની વિધિ કઈ છે ? બંધુ વિસ્તાર પૂવૅક કહો.
       શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:- હે ધમૅનંદન હું તમને એક પ્રાચીન કથા કહું છું જે મહષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી.  
                  શ્રીરામ બોલ્યા:- હે ગુરુદેવ તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી સમસ્ત પાપ અને દુ:ખ નષ્ટ થઈ જાય. મેં જનકનંદિની શ્રી સીતાજીના વિયોગમાં ધણાં દુ:ખ ભોગવ્યા છે. તેથી હવે તમે કોઈ વ્રત બતાવો.
        મહષિ વશિષ્ઠજી બોલ્યા: હે રામ તમે પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમા અવશ્ય કામ આવશે. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ અને દુ:ખ કપાઈ જાય છે. આ વ્રત કરવાથી મનુષ્ય મોહજાળમાં ધથી મુક્ત થઈ જાય છે. તેથી હે રામ ! આ એકાદશી વ્રત દુ:ખી મનુષ્ય અવશ્ય કરવું જોઈએ.હવે તમે આ વિશેની એક કથા ધ્યાનપૂર્વક સાંભળો.
     સરસ્વતી નદી ના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં ધન ધાન્ય પૂર્ણ , એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધામાત્મા અને અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગર અનેક ભોજનાલય, પરબ , કૂવા ,તળાવ , ધમૅ શાળા આદિ બંધાવ્યા હતા. તેને રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષો લગાવ્યા હતા.
      વૈશ્યને પાંચ પુત્રો હતા. તેમનો મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે વેશ્યાઓ અને ગુંડાઓને સંગતમાં હતો. તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરતો હતો. તે ખુબ નીચ હતો અને દેવતા પિતૃઓને માનતો ન હતો. તેણે પોતાના પિતા ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરતો હતો. તે મનમાની અને માસ ભંક્ષણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ધરમાથી કાઠી મુક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. 
        ઘરમાંથી કાઢી મુક્યા પછી તે પોતાના આભૂષણો અને વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવતો હતો. ધન નષ્ટ થતા વૈશ્યાઓ અને ગુંડાઓ એને સાથ છોડી દીધો . હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યા. એક દિવસ તે પકડાઈ ગયો પરંતુ સિપાહી ઓ એ તેને વૈશ્ય નો પુત્ર જાણીને છોડી દીધો . તે બીજીવાર પકડાઈ ગયો. અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ધણું દુ:ખ દીધું અને તેને નગર છોડવાનું કહ્યું. અંતમાં દુ:ખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો પછી શિકારી બની ગયો અને ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારી મારીને ખાવા લાગ્યો.
       એક દિવસ પાપી ખાવા પીવાની વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કોટિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એ સમયે વૈશાખ મહિનો હતો. કોટિન્ય ઋષિ ગંગાસ્નાન કરીને આવ્યા તેમના પલળેલા વસ્ત્રોના છાટા માત્રથી આ પાપીને થોડી સદબુદ્ધિ પ્રાપ્ત થઈ તે પાપી મુનિ પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો. હે મુનિ મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. 
       તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા : તું ધ્યાન સાંભળ. તું વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે. એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળીને ખૂબ પ્રસન્ન થયો અને મુનિને બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું..  
       હે રામજી ! એ વ્રતના પ્રભાવથી તેનાં સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રતની અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આના માહાત્મ્ય શ્રવણ અને પઠનથી જે પુણ્ય થાય છે એ પુણ્ય એક સહસ્ત્ર ગૌદાનના પુણ્ય બરાબર છે.

સર્વે વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ .

Comments

Popular posts from this blog

यज्ञ कितने प्रकार के होते है।

આપણે જાણીએ દર્ભ વિશે..