रुद्री पाठ अभ्यास
*🙏 રુદ્રી 🙏* રુદ્રીનાં આઠ અધ્યાય હોવાથી અષ્ટાધ્યાયી કહેવાય છે,તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવજીનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’નાં નામે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ પહેલા માનવીનાં મનની રચના કરી ત્યાર બાદ માનવ શરીરની રચના કરી છે. *પ્રથમ અધ્યાય* પ્રથમ અધ્યાયમાં ઋષિઓ શિવજીને પ્રાર્થના કરે છે. હે શિવજી! અમારું આ ચંચળ મન અનેક પ્રકારનાં તર્ક-વિતર્ક અને વિચારો કરે છે. આપની પૂજામાં સ્થિર બનતું નથી. આપ અમારા આ મર્કટ જેવા મનને સ્થિર કરો, પવિત્ર વિચારોવાળું બનાવો. દરેક મંત્રનાં અંતમાં આવે છે ‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ’ હે શિવ! અમારું મન ઉદાર અને પવિત્ર બનો. *દ્વિતીય અધ્યાય* અષ્ટાધ્યાયી રુદ્રીનાં બીજા અધ્યાયને આપણે ‘પુરુષસૂકત’નાં નામે જાણીએ છીએ. આ પુરુષસૂકત ભારત વર્ષનાં દરેક પંડિતો બોલે છે. તેના દિવ્ય મંત્રોથી દેવોની ષોડશોપચાર પૂજા થાય છે. આ પુરુષસૂકતનાં ૧૬ મંત્રોમાં વિષ્ણુ પરમાત્માનાં વ્યાપક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં જેમ વિષ્ણુ ભગવા...