कर्म

Shashtrijibhavnagar🙏 *जय भगवान* 🙏
🔯 *जय श्री कृष्ण* 🔯

🌸 *कर्म नो सिद्धांत* 🌸

*ગૃપમાં મને પહેલા પ્રશ્ન પુછાયેલ કે કર્મ વિશે માહિતી આપશો!*

ઉત્તર :
કર્મ યોગ આમ તો ઘણો વિસ્તૃત ટોપિક છે પણ શ્લોક વગેરે રેફરન્સથી વિષય ભારે ન બનાવતા સંક્ષિપ્ત સાર રૂપે કહું તો

મારા ગુરુ જી હમેશા અંગ્રેજીમાં એક equation સમજાવે કે

Proper action + Proper attitude = karma yogah

કર્મયોગ કરવા યોગ્ય દિશામાં કાર્ય અને તેની સાથે યોગ્ય વલણ રાખવું જરૂરી છે..

કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ ના 2 પ્રકાર હોય છે

1 સકામ કર્મ - જે કર્મ ની પાછળ કોઈ ફળ મેળવવાનો હેતુ હોય
2 નિષ્કામ કર્મ - જે કર્મ નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના કરવામાં આવે

કર્મયોગ થી દ્રષ્ટ કે અદ્રશ્ય ફળ મળે છે જે ટૂંક સમયમાં તો ક્યારેક લાંબો સમય માંગી લે છે જે સકામ કર્મ ઉત્તમ છે જેનાથી દ્ર્ષ્યાદ્રશ્ય ફળ મળે છે પરંતુ બન્ને માં નિષ્કામ કર્મ ઉત્તમ છે જેમાં અણધાર્યું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. જો કે નિષ્કામ કર્મ માં યોગ્ય ફળ ની બધા રાખવું પણ નિષ્કામ કર્મ ને સકામ બનાવી દે છે..

કર્મ ની શ્રેણીમાં કર્મ ને ત્રણ પ્રકારે વિભાજીત કરી શકાય

1. ઉત્તમ કર્મ - અર્થાત સાત્વિક કર્મ જે કર્મ નિષ્કામ કરવામાં આવે જેની પાછળ નો હેતુ માત્ર શુદ્ધ અને સાત્વિક અને સમાજ કલ્યાણનો હોય અને સાથે આધ્યાત્મિક ઉન્નતિનો હોય તેને ઉત્તમ કર્મ કહેવાય છે.
કાલ ચર્ચા કરી હતી એ પ્રમાણે સ્માર્ત પદ્ધતિથી પંચ મહાયજ્ઞ થકી ઉત્તમ કર્મ થઈ શકે.
1. દેવ યજ્ઞ - જેમાં દેવી દેવતાઓની માળા પૂજા જપ આદિ કરી વિશ્વ માટે શાંતિ ભાઈચારા સમૃદ્ધિ આદિ વિશ્વ કલ્યાણ અર્થ પ્રાર્થના કરવી.
2. પિતૃ યજ્ઞ - નિત્ય આપણા વડવાઓ નર યાદ કરી શ્રાદ્ધ તર્પણ આદિ કર્મો કરવા એમને યાદ કરી દાન પુણ્ય આદિ કરી પિતૃઓનો ઋણ સ્વીકાર કરવો કે તમે હતા તો આજ અમે છે.
3. બ્રહ્મ યજ્ઞ - ઋષિઓ જેને ધર્મ સમજાવ્યો અને પરંપરા આગળ લઈ આવ્યા તેનું ઋણ માનવું અને ધર્મ પ્રચાર માં સાધુ સંતોની મદદ કરવી.
4. મનુષ્ય યજ્ઞ - માનવ જાતિ ના હિત નું કાર્ય કરવું માનવ સેવા કરવી નિઃસ્વાર્થ ભાવે સૌ ને મદદ કરી એ પણ એક પ્રકારનો યજ્ઞ છે.
5. ભૂત યજ્ઞ - આપણે ગુજરાતીઓ માં કહેવત છે *કીડીને કણ અને હાથી ને મણ* રોજિંદા શક્ય હોય એટલે અબોલ જીવ ને તૃપ્ત કરવા, દા. ત. ગાય ને નીણ નાખવું, કીડીયારું ભરવું, માછલીઓ ને લોટ ની ગોળી આપવી વગેરે અનેક કાર્ય નિષ્કામ ભાવ થી થઈ શકે છે અને કરવા.

*આપણા ઘરડાઓ ને આપણે ઘણી વાર કહેતા સાંભળીએ છે કે જમણા હાથે જે સત્કાર્યો કરો એની ડાબા હાથ ને પણ ખબર ન પડવી જોઈએ.*

2. મધ્યમ કર્મ - જેમાં અમુક અંશે સ્વાર્થ છુપાયેલ છે જેને સકામ કર્મ પણ કહી શકાય જે ફળ લાભ હેતુથી કરવામાં આવે છે એ મધ્યમ પ્રકાર ના અથવા રાજસ કર્મ છે. ફળ ના હેતુ થી કરવામાં આવેલ પૂજા પાઠ યજ્ઞાદિ કર્મ મધ્યમ પ્રકાર ના કર્મ અંતર્ગત આવે છે.

3.અધમ કર્મ - જેને તામસ કે નિસિદ્ધ કર્મ પણ કહેવામાં આવે છે. જે કર્મ નો હેતુ માનવ/પ્રાણી/પશુ જાતી ને હાનિ પહોંચાડવાનો હોય છે. બીજા ને કાઈ પણ થાય પણ મારું તો ભલું જ થવું જોઈએ એ એટીત્યુડ થી કરવામાં આવેલ કર્મ અર્થાત માત્ર અને માત્ર સ્વકલ્યાણ કે અંગત સ્વાર્થ સાધવાનો હોય છે. એવા કર્મ ને અધમ કર્મ કહે છે..

કર્મ અને કર્મફળના સિદ્ધાંત વૈશ્વિક ધોરણે સમાન છે *જેવું વાવો એવું લણો*.

કર્મ ના સિદ્ધાંત(universal law) મુજબ કર્મથી જે કાંઈ અર્જિત થઈ અને તેનું પરિણામ મળે તેને ફળ કહે છે.

આમ ઉક્ત સાત્વિક પાંચ મહાયજ્ઞથી કરેલ કર્મ ને કર્મયોગ કહે છે અને કર્તા ને કર્મયોગી કહે છે..

*- ક્ષેત્રજ્ઞ*

🕉 *जय भगवान* 🕉
🔥 *जय महाकाल* 🔥

🙏🔯🔥 *हरे कृष्ण हरे कृष्ण*। 🔥🔯🙏

🖋 *शास्त्री जी भावनगर* Ⓜ
📞 *९५१०७१३८३८* 🕉

Comments

Popular posts from this blog

व्यतिपात योग कब हे? जानिए क्या करे और क्या नहीं

panchang dt२९/०६/२५

रथयात्रा जगन्नाथपुरी