गुरु कृपा विशे sbp

હર મહાદેવ
આ લેખ જરૂર વાંચજો.. 
કૈક નવું જાણવા મળશે.. !! 

બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયેલ સૃષ્ટિ..
એના ચાર પ્રકાર..

૧. અંડજ સૃષ્ટિ.. 

પક્ષીઓના આંતરડા ગર્ભાશય 
બહુ નાનું હોય કોમળ હોય..
એટલે એના ગર્ભમાં જો બચ્ચું રહે તો એ બચ્ચાની ચાંચ કે નખ એની માતાને ઉદરમાં વાગી જાય અને 
પરિણામે પક્ષી માતા અને બચ્ચું 
બન્નેના મૃત્યુ થઈ જાય 

એટલે એના ગર્ભાશયમાં ઈંડુ પ્રગટ થાય અને એ ઈંડુ.. બહાર આવે પછી 
એ ઈંડાને ચાર પ્રકારની દીક્ષા મળે.. એના દ્વારા એમાંથી બચ્ચું પ્રગટે..

આ ચાર દીક્ષા નીચે મુજબ છે..

૧. સ્પર્શ દીક્ષા.. 
ઉદાહરણ.. મુર્ગી બહાર આવેલા ઈંડા ઉપર બેસે એને સેવે સ્પર્શ કરે અને ઈંડામાંથી બચ્ચું બહાર આવે..

૨. શબ્દ દીક્ષા.. 
ઉદાહરણ.. આકાશમાં ઉડતી ટિંટોડી ઈંડાની આજુબાજુ ઉડ્યા કરે અને બોલ્યા કરે અને એના શબ્દો પેલા એણે મૂકેલા ઈંડાને સ્પર્શ થાય અને ઈંડા સેવાઈ જાય અને બચ્ચા બહાર આવે.. 

૩. દૃષ્ટિ દીક્ષા.. 
ઉદાહરણ.. પાણીમાં તરતી માછલી એણે મૂકેલા ઈંડાને પોતાની આંખો દ્વારા જોયા કરે અને એ ઈંડા દૃષ્ટિ દીક્ષા દ્વારા સેવાઈ જાય અને એમાંથી બચ્ચા બહાર આવે..

૪. સ્મૃતિ દીક્ષા.. 
ઉદાહરણ.. દરિયામાંથી એક કાચબી બહાર આવે અને દરિયા કાંઠે ખાડો કરી પોતાના ઈંડા એ ખાડામાં મૂકે પછી એના ઉપર માટી ઢાંકી દે અને દરિયામાં જતી રહે અને પોતાના મૂકેલા ઈંડાને સ્મૃતિમાં રાખે યાદ કર્યા કરે.. અને એ સ્મૃતિ દીક્ષા દ્વારા દરિયા કાંઠે ખાડામાં પડેલા ઈંડા સેવાઈ જાય એમાંથી બચ્ચા બહાર નીકળે અને દરિયામાં જાય અને પોતાની જે માતા હોય એને જ જઈ ને મળે.. 

આમ અંડજ સૃષ્ટિ જે હોય એને ચાર પ્રકારની દીક્ષા મળતી હોય છે.. 

બસ.. આવી જ રીતે ગુરુ પણ પોતાના શિષ્યોને આવી રીતે ચાર પ્રકારની દીક્ષા આપતા હોય છે..


ગુરુ શિષ્યને સ્પર્શ કરે ને શિષ્યનું કલ્યાણ થઈ જાય.. સ્પર્શ દીક્ષા..

ગુરુ શિષ્યને ઉપદેશ આપે ને શિષ્યનું કલ્યાણ થઈ જાય.. શબ્દ દીક્ષા..

ગુરુ શિષ્યની સામે જુવે ને શિષ્યનું કલ્યાણ થઈ જાય.. દૃષ્ટિ દીક્ષા..

ગુરુ શિષ્યને યાદ કરે ને શિષ્યનું કલ્યાણ થઈ જાય.. સ્મૃતિ દીક્ષા..

તમારા ગુરુ તમને આમાંથી કોઈપણ એક રીતે યાદ કરતા હોય છે 
અને તમારું કલ્યાણ 
થઈ જતું હોય છે..

તમારા ગુરુ તમને કઈ રીતે 
દીક્ષા આપે છે.. ??

માટે ગુરુને ક્યારેય નબળા ન માનવા..

 तस्मै श्री गुरुवे नमः।

હરિ સ્મરણ સહ પ્રણામ..
ભોળાનાથ શાસ્ત્રી..





शास्त्रीजी भावनगर 

Comments

Popular posts from this blog

*क्यों जरूरी है कर्मकांड?*

हनुमान तांडव | sbstotram ।

महा दारिद्र्य नाशक कृतिका नक्षत्र युक्त सोमवार