Bapa ni 48 mi punytithi

હર મહાદેવ

પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું  આયોજન


તા. 17 ને શુક્રવારના રોજ બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુઆશ્રમ બગદાણા ખાતે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેના એક ભાગરૂપે આજે ગુરુ આશ્રમના સત્સંગ હોલ ખાતે બગદાણા ધામમાં પોતાની અમૂલ્ય સેવા આપતા સ્વયંસેવક ભાઈઓની એક ખાસ મિટિંગ મળી હતી. જેમાં ગુરુઆશ્રમની કામગીરીમાં સેવા આપતા વિવિધ 350 ગામોના સેવા મંડળોના બબ્બે પ્રતિનિધિઓ મુજબ 700 સ્વયંસેવક  ભાઈઓ જોડાયા હતા.

Comments