ચંદ્રમાં ૧૬ કલા સંપૂર્ણ છે.૧૬ કલાનું રહસ્ય શુ છે

હર મહાદેવ 


⚪️ચંદ્રમાં ૧૬ કલા સંપૂર્ણ છે.૧૬ કલાનું રહસ્ય શુ છે?

ભગવાનશ્રી રામ ૧૨ કલાના જ્ઞાતા હતા તો શ્રી કૃષ્ણ ૧૬ કલાના જ્ઞાતા છે. ચંદ્રમાંની ૧૬ કલાઓ હોય છે.૧૬ શણગાર પણ હોયછે. આ ૧૬ કલાઓ શુ હોય છે?ઉપનિષદ અનુસાર સુમતિ,મતિ, વિક્ષિત,મૂઢ,ક્ષિત,મૂર્છિત, જાગૃત,ચૈતન્ય, અચેતન વગેરે જેનો સંબધ આપણા મન અને મસ્તિષ્ક સાથે હોય છે,જે વ્યક્તિ મન અને મસ્તિષ્ક અલગ રહીને જ્ઞાન આપે છે એજ ૧૬ કલાઓમા ગતિ કરી શકે છે. 

ચંદ્રની ૧૬ કલાઓ : અમૃત, મનદા,પુષ્પ, પુષ્ટિ,તુષ્ટિ,ધૃતિ,શાશની,ચંદ્રીકા,કાંતિ, જ્યોત્સના,શ્રી, પ્રીતિ,અંગદા,પ્રભવી,પૂર્ણ અને પૂર્ણામૃત.આને પ્રતિપદા,બીજ,એકાદશી,પૂર્ણિમા વગેરે કહેવાય છે. 

ઉપરોક્ત ચંદ્રમાના પ્રકાશની ૧૬ અવસ્થા છે એજ રીતે મનુષ્યના મનમાં પણ એક પ્રકાશ છે.મનને ચંદ્ર સમાન જ ગણવામાં આવ્યું છે. જેની ગતી વધતી અને ઘટતી રહે છે. ચંદ્રની આ ૧૬ અવસ્થાઓથી જ ૧૬ કલા પ્રચલિત થઈ. મનુષ્યનો દેહ છોડ્યા પછી પૂર્ણ પ્રકાશ થઈ જવુ એજ મોક્ષ કહેવાય છે. 

મનુષ્ય મનની ત્રણ અવસ્થાઓ : પ્રત્યેક વ્યક્તિને પોતાની ત્રણ અવસ્થાઓનો ખ્યાલ રહે છે.- જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. જગત ત્રણ સ્તરવાળુ છે.૧.સ્થુળ જગત જેની અનુભૂતિ જાગૃત અવસ્થામાં થાય છે. ૨.સુષ્મ જગત જેની અનુભૂતિ સ્વપ્નમાં થાય છે. ૩.કારણ જગત જેની અનુભૂતિ સુષુપ્તિ અવસ્થા થાય છે.

ત્રણ અવસ્થાઓથી આગળ : ૧૬ કલાકનો અર્થ સંપૂર્ણ બોધપૂર્ણ જ્ઞાનથી થાય છે. 
આ સોળ કલાઓના નામ અલગ-અલગ ગ્રંથમાં અલગ અલગ મળે છે. 

૧.અન્નમયા, ૨.પ્રાણમયા, ૩.મનોમયા, ૪.વિજ્ઞાનમયા, ૫.આનંદમયા, ૬.અતિશયની, 7.વિપરિનાભિમી, ૮.સંક્રમિની, ૯.પ્રભવિ, ૧૦.કુંથિની, ૧૧.વિકાસીની, ૧૨.મર્યદિની, ૧૩.સન્હાલાદિની, ૧૪.આલ્હાદિની, ૧૫.પરિપૂર્ણ અને ૧૬.સ્વરુપવસ્થિત.

અન્યત્ર-શ્રી,ભૂ,કીર્તિ, ઈલા,લીલા,કાંતિ, વિદ્યા, વિમલા,ઉત્કર્ષિની, જ્ઞાન, ક્રિયા, યોગ, પ્રહવી,સત્ય, ઈસુના અને અનુગ્રહ. 

ક્યાંક-પ્રાણ,શ્રદ્ધા, આકાશ,વાયુ, તેજ,જલ,પૃથ્વી, ઈન્દ્રિય,મન,અન્ન,વીર્ય,તપ,મન્ત્ર,કર્મ,લોક અને નામ.૧૬ કલાઓ અસલમાં બ્રહ્મનિષ્ઠ યોગીની અલગ અલગ સ્થિતિઓ છે.યોગની અવસ્થાના આધાર માટે પ્રતિપદાથી લઈને પૂર્ણિમા સુધી ચંદ્રના પ્રકાશની ૧૫ અવસ્થા લેવામાં આવી છે. અમાવાસ્યા અજ્ઞાન નું પ્રતિક છે તો પૂર્ણિમા પૂર્ણ જ્ઞાનનુ.

૧૯ અવસ્થાઓ : ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આત્મતત્વ પ્રાપ્ત યોગીઓ ના યોગની ૧૯ સ્થિતિઓને પ્રકાશની અલગ અલગ માત્રાઓમાં કહ્યા છે.એમાં એમાં अग्निर्ज्योतिरहः યોગની ૩ પ્રારંભિક સ્થિતિ છે,અને शुक्लः षण्मासा उत्तरायणम्‌ ની ૧૫ કલા શુક્લ પક્ષની ૦૧ છે.એમ આત્માની ૧૬ કલાઓ છે.

આત્માની સૌથી પ્રથમ કલા જ વિલક્ષણ છે.આ પહેલી અવસ્થામાં અથવા તેના પહેલાની ત્રણ સ્થિતિ પર પહોચવા પર પોતાના જન્મ અને મૃત્યુના દ્રષ્ટા થઈ જાય છે અને મૃત્યુ ભયથી મુક્ત થઈ જાય છે.

अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम्‌ ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ।
ભાવાર્થ : શ્રીકૃષ્ણ કહે છે જે યોગી અગ્નિ, જ્યોતિ,દિવસ,શુક્લ પક્ષ, ઉતરાયણના છ મહિનામાં દેહ ત્યાગ કરે છે.અર્થાત જે પુરુષો અને યોગીઓમાં આત્મજ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે, એ જ્ઞાનના પ્રકાશથી અગ્નિમય,જ્યોતિર્મય, દિવસના સમાન,શુકલ પક્ષની ચાંદનીની સમાન,પ્રકાશમય અને ઉતરાયણના છ માસની સમાન પરમ પ્રકાશમય થઈ જાય છે. અર્થાત જેને આત્મજ્ઞાન થઈ જાય છે, આત્મજ્ઞાનનો અર્થ છે સ્વયંને જાણવું અથવા દેહથી અલગ સ્વયંની સ્થિતીને ઓળખવી. આપણા વેદો,ઉપનિષદો અને શ્રૃતિઓ,મહાપુરુષો વગેરેએ આ અનુભૂતિનું નિરુપણ કર્યું છે.દેહની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાહિત રહેલું છે.સ્વરશાસ્ત્ર ને ભજનમાં વર્ણવતા ગંગાસતિજી કહે છે...સૂર્યમાં જમવું ને ચંદ્રમાં પીવું...સૂક્ષ્મ કરવો વહેવાર જી...યોગીઓની યોગની પરાકાષ્ઠાને શબ્દોથી વર્ણવી શકાય નહી અનુભૂતિના વિષયને અનુભવી શકાય...ૐ શિવોહમ્...! #ચંદ્ર #સોળકળા #ચંદ્રમાની_સોળ_કલા #ધર્મ  #સનાતન #અધ્યાત્મ #ૐ_શિવોહમ્

Comments

Popular posts from this blog

चैत्री नवरात्रि २०२५

ગોત્ર પ્રવર શાખા