પુષ્પ puja
🕉️👏🕉️👏🕉️👏 નમઃ શિવાય, જય માતાજી. આપણે રોજ ઘરે કે મંદિરમાં ભગવાનની પૂજા કરીએ છીએ. એમાં આપણે જુદા જુદા ફૂલો પણ અર્પણ કરતા હોઈએ છીએ. પરંતુ જાણે અજાણે આપણે જે તે દેવ-દેવીને ગમે તે ફૂલ ચઢાવીએ છીએ . પણ દરેક દેવ દેવી માટે ચોક્કસ જાતનાં ફૂલ નક્કી હોય છે. એટલે દરેક દેવ દેવીને જે ફૂલ વર્જિત છે અનેજે ફૂલ ચઢાવવા લાયક છે તે જાણવું જરૂરી છે. આજે આપણે અલગ અલગ દેવ દેવીની પૂજા માટે વપરાતા આને ન વપરાય એવા ફૂલો વિશે જાણીએ.
ગણેશજી :- ગણેશજીને તુલસી સિવાયનાં તમામ પત્ર - પુષ્પ ચઢાવી શકાય છે. એમાંય લીલી કે સફેદ દૂર્વા પણ ખૂબ પ્રિય છે. દૂર્વા ત્રણ કે પાંચ પાંખડી વાળી હોવી જોઈએ. ગણપતિ દાદાને ભોગમાં ગમે તેટલી વાનગીઓ ધરો પરંતુ એમને સૌથી પ્રિય એવા લાડુનો ભોગ ધરાવવાથી દાદા પ્રસન્ન થાય છે.
૨ :- દેવી ( માતાજી) માટે.
ભગવાન ભોલેનાથને જે ફૂલો ચઢાવાય છે તમામ ફૂલો માતાજીને અર્પણ કરી શકાય છે. જેટલા પણ લાલ રંગના ફૂલ છે તે બધા માતાજીને અર્પણ કરી શકાય છે. અને સુગંધિત તથા સફેદ ફૂલો માતાજીને અત્યંત પ્રિય છે. આમાં ઘણા વિદ્વાનો અને શાસ્ત્રોમાં આકડો અને મંદાર પુષ્પનો નિષેધ છે આને અમુક ચોક્કસ પૂજા કરવામાં વાપરી પણ શકાય છે. એ કયા પ્રકારની પૂજા છે એના ઉપર આધારિત છે. માતાજીને શમી,અશોક,કર્ણિકાર (કનિયાર કે અમલતાસ ), ગરમાળો, ખૂણા,બપોરિયો, અગત્ય, મદન, સિન્દુવાર,શલ્લકી,માધવી જેવી લતાઓ, કુશની મંજરીઓ, બિલીપત્ર,કેવડો,કદમ્બ ભટકટૈયા અને કમળનાં ફૂલ પણ માતાજીને પ્રિય છે. આંકડા અને મંદાર ની જેમ દૂર્વા, તિલક,માલતી,તુલસી, ભંગરૈયા અને તમાલ વિહિત છે અને નિષિદ્ધ પણ છે. આના માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે વિહીત ફૂલ પ્રાપ્ય ના હોય ત્યારે નિષિદ્ધ ફૂલો પણ અર્પણ કરી શકાય છે. (તત્વસાગર સંહિતા) .
૩ :- મહાદેવના પૂજનમાં વપરાતાં
ફૂલ ( વિહિત પુષ્પ)
ભગવાન ભોળાનાથને ફૂલ ચઢાવવાનું મહત્વ ખૂબજ છે.
એવું વિધાન છે કે, કોઈ તપોનિષ્ઠ, વિદ્વાન અને વેદોમાં પારંગત ભૂદેવ ને સો ગાયોનું દાન કરવાથી જે ફળ મળે છે એટલું જ ફળ ભોલેનાથને સો ફૂલ ચઢાવવાથી મળે છે. ભગવાન વિષ્ણુજીને જે જે ફૂલ ચઢાવાય છે તે તમામ ભોલેનાથને ચઢાવી શકાય છે.
ફક્ત કેતકી અને કેવડો ભોલેનાથ ને ચઢાવી શકાતા નથી. (અપવાદ તરીકે મહા શિવરાત્રી અને કેવડા ત્રીજ આ બે દિવસેઆ ફૂલ ચઢાવી શકાય છે )
ભોલેનાથને કેટલાક ફૂલો અર્પણ કરવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીએ.
દશ સુવર્ણ માપનું દાન કરવાથી જે ફળ મળે તેટલું ફળ એક આંકડાનું ફૂલ ચઢાવવા બરાબર છે.
એક હજાર આકડાના ફૂલ ચઢાવવા બરાબર એક કરેણનું ફૂલ ચઢાવવા થી ફળ મળે છે.
એક હજાર કરેણનાં ફૂલ ચઢાવવા બરાબર એક બિલીપત્ર ચઢાવવા થી ફળ પ્રાપ્ત થાય છે.
એક હજાર બીલીપત્ર ચઢાવવાથી જે ફળ મળે છે તે એક ગરમાળાનું ( દ્રોણ ) ફૂલ ચઢાવવાથી મળે છે.
એક હજાર ગરમાળાનાં ફૂલ બરાબર એક એક ચિચુડાનું ( અપામાર્ગો ) ફૂલ .
એક હજાર ચિચુડાનાં ફૂલ ચઢાવવા બરાબર એક કુશનું ફૂલ.
એક હજાર કુશનાં ફૂલ ચઢાવવા બરાબર એક એક શમી વૃક્ષનું પાન.
એક હજાર શમીવૃક્ષના પાન ચઢાવવા બરાબર એક નીલ કમળ નું ફૂલ.
એક હજાર નીલ કમળ ચઢાવવા બરાબર એક ધતૂરાનુ ફૂલ . એક હજાર ધતૂરાનાં ફૂલ ચઢાવવા બરાબર શમીવૃક્ષનુ એક ફૂલ.
સમસ્ત ફૂલોની જાતિમાં નીલ કમળનું ફૂલ સર્વ શ્રેષ્ઠ ગણાય છે.
ભગવાન વેદવ્યાસજીએ ચમેલી,
બોરસલી, પાટલા, મંદાર, શ્વેત કમળ, શમીના ફૂલ અને ભટકટૈયા ને કરેણના ફૂલના વર્ગમાં મુક્યાં છે
શાસ્ત્રોમાં ભોલેનાથની પૂજામાં
બોરસલી (બકુલ)ના ફૂલોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
ભવિષ્ય પુરાણમાં ભોલેનાથ પૂજન માટે બીજા ફૂલોનાં નામ પણ આપ્યાં છે.
કરેણ, બોરસલી, ધતૂરો, પાટલા કે પાઢલા, મોટી કેરી, કુરૈયા, કાસ, મંદાર, અપરાજિતા, શમી ફૂલ, કુબ્જક, શંખપુષ્પી,ચિચુડો, કમળ,ચમેલી, નાગચંપો,ચાંપો ,ખસ.,તગર, નાગકેસર, કિંકિરાત, (આપણે જેને કંટાહરિયો કહીએ છીએ. પીળુ ફૂલ હોય છે), ગરમાળો ,શીશમ, ગુલમહોર , જયંતી,મોગરો,પલાસ, બેલ પત્તા,
કુસુંભ પુષ્પ, કુમકુમ ( કેસર ),
નીલ કમળ અને લાલ કમળ.
ટુંકમાં જલ અને સ્થલમાં ઉત્પન્ન થતાં સુગંધિત ફૂલ છે એ બધાંજ મહાદેવને પ્રિય છે.
શિવ પૂજનમાં નિષિદ્ધ ફૂલો :-
કદમ્બ, સુગંધ કે સાર વિનાનાં ફૂલ, કઠુમર,કેવડો,શિરીષ , તિન્તિણી, બોરસલી, કોષ્ઠ,કૈથ, ગાજર, બહેડા, કપાસ,ગંભારી, પત્રકંટક,સેમલ, દાડમ,ધન, કેતકી,વસંત ઋતુમાં ખિલનાર કંદ, કંદ વિશેષ, કુંજ, જુહી, મદન્તિ, શિરીષ,સર્જ અને બપોરિયાનાં ફૂલ.
કદમ્બ, બકુલ અને કુન્દ એ ભોલેનાના પૂજનમાં નિષિદ્ધ તરીકે ગણવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં આ માટે સ્પષ્ટિકરણ આપેલું છે કે ભલે આ ફૂલો શિવપૂજામાં નિષિદ્ધ છે પરંતુ ભાદરવા માસમાં આ ફૂલોથી પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
અર્થાત ભાદરવા માસમાં કદમ્બ આને ચંપાના ફૂલથી ભોલેનાથની પૂજા કરવાથી સર્વ ઈચ્છાઓ પૂરી થાય છે.( દેવી પૂરાણ )
બોરસલી કે બકુલ નાં ફૂલ વિહિત છે અને નિષિદ્ધ પણ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બોરસલી કે બકુલનાં ફૂલ સાયં પૂજામાં શ્રેષ્ઠ છે પણ બીજા સમય માટે નિષિદ્ધ છે. એજ રીતે કુન્દનુ ફૂલ એ નિષિદ્ધ હોવા છતાં મહા માસમાં આ ફૂલો શિવપૂજામાં શ્રેષ્ઠ ગણાય.
Comments