ધર્મ રાજા ના વ્રત નું ઉજવણું.
મહાદેવ હર
આમતો કોઈ આધાર નથી પરન્તુ પરંપરાથી અમારાં વિસ્તારમા જે રીતે વ્રત થાય એ જણાવું છું.
આ અધિકમાસ અમાવસ્યાનાં દિવસે એટ્લે 16 octo. નાં દિવસે વ્રત ઉધયાપન કરવું જોઇયે. આ દિવસે સવારે અથવા આગળની રાત્રે સૌ પ્રથમ સ્વચ્છ ઓરડામાં નીચે સર્વતોમંડળ બનાવવું.
જોકે પરંપરાગત રીતે 9 ખંડ કહેવાય એવાં 9 ધાન્ય , કઠોળથી ખંડ પુરવા.
ખાસ 10 મુ ધાન્ય તરીકે આ 9 મંડળ ફરતે કાંગથી રેખા કરવી.એમા યમપુરી નાં ચાર દ્વાર પ્રતીક રૂપે દર્શાવવા.
આટલું કાર્ય આગલી રાત્રે કરવું અથવા વહેલી સવારે કરવું પડે.વચ્ચેનો ખંડ મગ નો સ્વસ્તિક કરી તેનાં પર ત્રાંમ્બાની ગાગર કળશ તરીકે સ્થાપિત કરવી.
લક્ષ્મી નારાયણ અને ધર્મરાજનાં સ્થાપન કરી પછી આચમન , પ્રાણાયામ , સંકલ્પ , ગણપતિ સ્મરણ , પૂજન , સંક્ષિપ્ત પુણ્યવાંચન કરવું.
આ વાર્તામાં લક્ષ્મી નારાયણ સ્વયં હંસ , હંસલી સ્વરૂપે બ્રાહ્મણને ત્યાં મોતી ચણવા આવે છે તેથી લક્ષ્મી નારાયણની અને ધર્મરાજાની યથા ઉપચાર પૂજા કરી સ્થાપિત કરવા.
સ્થાપનની બાજુમાં જેટલી વસ્તુ શૈયાદાનમાં આવે એ તમામ (પલઃન્ગ સિવાય ) મુકવી.
વસ્ત્રદાન , વાસણ દાન મૂકવું .
સાથે ચાંદી મૂર્તિઓ જે બ્રાહ્મણો સાથે એક સેટ રાખે છે તેં પણ પધરાવવી.
યજમાન શક્તિમાન હોય તો એ પણ લઈ શકે.આ મૂર્તિમાં ધર્મરાજા , હોડી , પગરખાં , નિસરણી , ગાય , સુર્યનારાયણ વગેરે આવે છે.
આ પૂજા , આરતી કરી સમાપન કરવું. હાથમાં જુવાર લઈ વાર્તા સાંભળવી.
અમાસનાં દિવસે બ્રહ્મ ભોજન , કુમારિકા ભોજન , અતિથિ ભોજન કરાવાય છે.
તેં રાત્રે અખંડ દીપ પ્રજ્વલિત રાખવો.રાત્રે 12 સુધી જાગરણ , કીર્તન કરાય છે.
બિજા દિવસે સવારે સુખડીનું નૈવેદ્ય ધરાવી ઉતર પૂજન અને વિસર્જન કરવું.
આ નૈવેદ્ય નાં 4 ભાગ કરી એક બ્રાહ્મણ , એક ગોવાળ , એક રમતું બાળક અને એક પોતે , પરિવાર પ્રસાદી સ્વરૂપે લેવું.
બ્રાહ્મણને ઉપરોક્ત વસ્તુ દાન આપવું.
એવું કહેવાય છે કે મૃત્યુ બાદ આપણી પાછળ કોઈ દાન કરે કે ન કરે પરન્તુ આ વ્રત , દાન જે કરે એને આ વસ્તુ યમમાર્ગમાં પ્રાપ્ત થાય છે.જેમકે વૈતરણી વખતે પાર ઉતારવા નાવ અને ગાયનું દાન , શીતાઢય નગરમાં વસ્ત્ર દાન ઉપયોગી થાય છે.
મૉટે ભાગે આ વ્રતો બહેનો જ કરે છે.પરન્તુ હુ માનુ છું કે આ પુરુષોએ પણ કરવું જોઈએ.
આ મે પરંપરાથી જોયેલું વ્રત આપને જણાવ્યું.
વિસ્તાર , ગામ મુજબ ફેરફાર હોય શકે.
ભૂલ હોય તો ક્ષમા.
મહાદેવ હર.
Comments