Kali mahavidhya rahshy

દશ મહાવિદ્યા પોસ્ટ 1

*મહાકાળી*

દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાળી નામ વધુ પ્રચલિત છે. મહાભાગવત્ અનુસાર કાલી જ મુખ્ય વિદ્યા છે અને તેમાં ઉગ્ર અને સૌમ્ય એમ બે રૂપોમાં બાકીની મહાવિદ્યાઓ સમાવિષ્ટ છે. ભાગવત શિવને સાધ્ય કરવાથી જ સિદ્ધિઓ મળે છે. ભગવાન શિવને સાધ્ય કરવાથી જે સિદ્ધિઓ મળે છે એ તમામ સિદ્ધિઓ મહાવિદ્યાઓ સિદ્ધ કરવાથી મળી શકે છે. દાર્શનિક દ્રષ્ટિએ જોઇએ તો પણ તંત્ર કહે છે કે કાલતત્ત્વનું મહત્વ સૌથી વધુ છે. એટલે જ કહી શકાય કે મહાકાળી જ સમસ્ત વિદ્યાઓની આદિવિદ્યા છે. અમુક તંત્રગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે મહાકાલની પ્રિયતમા કાલી જ પોતાનાં દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓમાં નામથી જાણીતી થઇ.

કાલીકાપુરાણ કહે છે કે એક વખત હિમાલય પર સ્થિત મતંગ ઋષિના આશ્રમમાં જઇ દેવતાઓએ મહામાયાની સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઇ ભગવતીએ મતંગવનિતાના સ્વરૂપે દેવતાઓને દર્શન આપ્યા. અને પૂછ્યું કે ‘તમે કેવી સ્તુતિ કરી રહ્યા છો?’ એ સમયે જ દેવીના શરીરમાં કાળા વર્ણવાળી એક નારીનું પ્રાગટ્ય થયું. દેવતાઓ વતી તેણે જ ઉત્તર આપ્યો કે,   ‘તેઓ મારી સ્તુતિ કરી રહ્યા છે.’ તેનો વર્ણ  કાજળ જેવો હતો તેથી તેનું નામ કાલી પડ્યું. દુર્ગાસપ્તશતી મુજબ એક વખત દેવતાઓ શુમ્ભ-નિશુમ્ભ નામનાં બે રાક્ષસોથી ત્રસ્ત હતાં, તેમણે દેવિસૂક્ત દ્વારા ભગવતિનું આવાહન કર્યુ. ભગવતિ ગૌરીએ દર્શન આપ્યાં ત્યારે તેમનાં શરીરમાંથી એક નારીનું પ્રાગટ્ય થયું. એ જ ક્ષણે ગૌરીનું શરીર શ્યામ રંગનું થઇ ગયું. શકિતનું આ સ્વરૂપ કાલી કહેવાયું.

કાલીની ઉપાસના વિશે ઘણાં વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે મહાકાળીની ઉપાસના કળીયુગમાં શ્રેષ્ઠ ગણાય છે અને તેની ઉપાસનાનાં બે પ્રકારો છેઃ (૧) તંત્રમાર્ગ (૨) ભકિતમાર્ગ.
તંત્રમાર્ગ દ્વારા કાળીની ઉપાસના, સાધના કરવા સમર્થ ગુરૂ દ્વારા દિક્ષા લેવી અનિવાર્ય છે. ભકિતમાર્ગ દ્વારા તેમની આરાધના માટે પૂજનઅર્ચન, ધૂપદિપ, સ્તુતિ વગેરે પુરતાં છે, તંત્ર માર્ગ દ્વારા તેમને સિદ્ધિ કરવા માટે તાંત્રોક્ત યંત્ર તથા મંત્ર આવશ્યક છે. કહેવાય છે કે મહાકાળીની સાધના એટલી દિવ્ય હોય છે કે સાધકનો અહમ્, જીદ્દ, મોહમાયા પૂર્ણતઃ ઓગળી જાય છે.mayurjani515.mj@gmail.com

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri