Posts

Showing posts from April, 2023

વેદ ઉપનિષદો.

Image
 પૂ દાદા એ સંકલન કરેલ દરેક ઉપનિષદ ઉપર ની પ્રાથમિક માહિતી. " ઉપનિષદ ગંગા" 1 ઉપનિષદ' એટલે શું? ‘उपनिषद्यते प्राप्यते ज्ञायते ब्रह्मविद्या अनया इति उपनिषद्।’ જેના વડે બ્રહ્મવિદ્યાને પામી શકાય, જાણી શકાય તેવું શાસ્ત્ર એટલે ઉપનિષદ. આ ઉપનિષદ શબ્દનો તાત્ત્વિક અર્થ થયો. શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ 'ઉપ' એટલે સમીપ અને 'નિષદ્' એટલે બેસવું. સમીપે બેસવું. અર્થાત્ 'ઉપાસના' એવો પણ અર્થ થાય. ઉપનિષદ ઉપાસનાનું શાસ્ત્ર છે. પ્રત્યક્ષ ગુરુરૂપ હરિનું શિષ્યત્વ સ્વીકારી, પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપતા પ્રાપ્ત કરી, પરબ્રહ્મની ઉપાસના કરવાનો ઉપદેશ જ આપણને ઉપનિષદ શબ્દમાંથી ધ્વનિત થતો સંભળાય છે. 108 ઉપનિષદ અને સંબંધિત વેદ. જય શ્રી કૃષ્ણ  

મહર્ષિ ભારદ્વાજ ઋષિ

Image
શ્રી ગુરુદેવ દત્ત 🙏          ભારદ્વાજ ઋષિનું આયુષ્ય ત્રણ બ્રહ્મ કલ્પનું હતું . ભારદ્વાજ ઋષિ ગુરુ દ્રોણનાં પિતા અને અને બૃહસ્પતિના પુત્ર થાય .  ઋગ્વેદના છઠ્ઠા મંડળના મોટા ભાગના સુક્તોના મંત્ર દ્રષ્ટા ઋષિ ભારદ્વાજ છે .  ભરદ્વાજ ઋષિ પરમ જે પુર્વે એ તૈયાર   વેદાભ્યાસાર્થે થયા,બ્રહ્મચર્ય થી સાર ..અ..૮૦/૯ બ્રહ્મ કલ્પ ત્રય અહા , જેનું આયુષ્ તેમ ; અંત પામવા વેદનો કરે યત્ન એ એમ …૧૦ સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરીને , વેદ નો અભ્યાસ કરવા માટે મહાન ઋષિ ભરદ્વાજ થયા . જેનું આયુષ્ય ત્રણ બ્રહ્મ કલ્પ હતું તે ભરદ્વાજ ઋષિ વેદ નો પાર પામવા પ્રયત્ન કરવા લાગ્યા .એમણે અસંખ્ય વર્ષો સુધી વેદ જાણવા માટે મહા મહેનત કરી ત્યારે વેદ વિષે થોડુંક જાણી શક્યા . પછી ભરદ્વાજે ફરી તપસ્યા કરી ત્યારે પ્રસન્ન થઈને બ્રહ્માજી એ પૂછ્યું કે હે બેટા તને શા ની ઈચ્છા છે ? ત્યારે ભરદ્વાજ બોલ્યા કે હે પ્રભુ ! આપ જો પ્રસન્ન થયા હો તો આ દાસ ને અથ થી ઈતિ સુધી વેદ નો અભ્યાસ કરાવો .જવાબમાં બ્રહ્માજી એ કહ્યુ જો બધા વેદો તો હું જ જાણી શક્યો નથીતો પછી તું ક્યાંથી જાણી ...

દેસળ ભગત ની વાત.

Image
દેસળ ભગત ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર અજીતસિંહ નામ રાજકુમાર કોલેજ માં કોલેજ પૂરી કર્યા પસી રાજ તિલક થયું રાજા બન્યા છતાં એમને રાજા નો પોશાક નતો પેહરયો માત્ર ને માત્ર મિલીટરી ના જ કપડાં પેહરતા અને આટલા બધા રાજા રજવાડા થઈ ગ્યા પણ એમાં જો નામાંધારી રાજા માં નામ લો તો હાક એવિ પડે એવિ એની હાક પણ નામ સમરણ માં કેટલી તાકાત છે અને ભજન ની કેટલી તાકાત એનો આ જીવતો દાખલો છે એક તો આવું જેનું નામ હોય દાખલા તરીકે કોઈ પોલિસ સ્ટેશન ના ફોજદાર નામાધારી હોય તો એની જેલ કેવી હસે એની જેલ માથી જાતા પેલા વિચાર કરવો પડે આ નકામી ખેહી લેસે … આવી જેની હાક અને એની જેલ અને એની જેલ માં પોલિસ તરીકે એક જણ નૌકરી કરતો નામ દેસળ ત્રણ રૂપિયા પગાર, હવે ઇ ત્રણ રૂપિયા માં વ્યવહાર હકારવાનું ,ઘર હકારવાનું એમાં નૌકરી કરવાની ઇ પણ કડે મકોડે અને એમાંથી સમય મળે તો હરી ભજન કરવાનું. ફલાણી જગ્યા ભજન સે અને રાત નો ફેરો નથી તો તો એ જાય પણ રાત ની નૌકરી હોય અને એમાય ભજન હોય અટલે દેશળ ને સખ નો પડે એમાં એક દી રાત ના પેહરા ઉપર જાવાનું અ...