વેદ ઉપનિષદો.
પૂ દાદા એ સંકલન કરેલ દરેક ઉપનિષદ ઉપર ની પ્રાથમિક માહિતી.
" ઉપનિષદ ગંગા" 1
ઉપનિષદ' એટલે શું?
‘उपनिषद्यते प्राप्यते ज्ञायते ब्रह्मविद्या अनया इति उपनिषद्।’ જેના વડે બ્રહ્મવિદ્યાને પામી શકાય, જાણી શકાય તેવું શાસ્ત્ર એટલે ઉપનિષદ. આ ઉપનિષદ શબ્દનો તાત્ત્વિક અર્થ થયો. શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ 'ઉપ' એટલે સમીપ અને 'નિષદ્' એટલે બેસવું. સમીપે બેસવું. અર્થાત્ 'ઉપાસના' એવો પણ અર્થ થાય. ઉપનિષદ ઉપાસનાનું શાસ્ત્ર છે. પ્રત્યક્ષ ગુરુરૂપ હરિનું શિષ્યત્વ સ્વીકારી, પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપતા પ્રાપ્ત કરી, પરબ્રહ્મની ઉપાસના કરવાનો ઉપદેશ જ આપણને ઉપનિષદ શબ્દમાંથી ધ્વનિત થતો સંભળાય છે.
108 ઉપનિષદ અને સંબંધિત વેદ.
જય શ્રી કૃષ્ણ
Comments