મહર્ષિ ભારદ્વાજ ઋષિ
શ્રી ગુરુદેવ દત્ત 🙏
ભારદ્વાજ ઋષિનું આયુષ્ય ત્રણ બ્રહ્મ કલ્પનું હતું .
ભારદ્વાજ ઋષિ ગુરુ દ્રોણનાં પિતા અને અને બૃહસ્પતિના પુત્ર થાય .
ઋગ્વેદના છઠ્ઠા મંડળના મોટા ભાગના સુક્તોના મંત્ર દ્રષ્ટા ઋષિ ભારદ્વાજ છે
.
ભરદ્વાજ ઋષિ પરમ જે પુર્વે એ તૈયાર
વેદાભ્યાસાર્થે થયા,બ્રહ્મચર્ય થી સાર ..અ..૮૦/૯
બ્રહ્મ કલ્પ ત્રય અહા , જેનું આયુષ્ તેમ ;
અંત પામવા વેદનો કરે યત્ન એ એમ …૧૦
સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરીને , વેદ નો અભ્યાસ કરવા માટે મહાન ઋષિ ભરદ્વાજ થયા . જેનું આયુષ્ય ત્રણ બ્રહ્મ કલ્પ હતું તે ભરદ્વાજ ઋષિ વેદ નો પાર પામવા પ્રયત્ન કરવા લાગ્યા .એમણે અસંખ્ય વર્ષો સુધી વેદ જાણવા માટે મહા મહેનત કરી ત્યારે વેદ વિષે થોડુંક જાણી શક્યા . પછી ભરદ્વાજે ફરી તપસ્યા કરી ત્યારે પ્રસન્ન થઈને બ્રહ્માજી એ પૂછ્યું કે હે બેટા તને શા ની ઈચ્છા છે ? ત્યારે ભરદ્વાજ બોલ્યા કે હે પ્રભુ ! આપ જો પ્રસન્ન થયા હો તો આ દાસ ને અથ થી ઈતિ સુધી વેદ નો અભ્યાસ કરાવો .જવાબમાં બ્રહ્માજી એ કહ્યુ જો બધા વેદો તો હું જ જાણી શક્યો નથીતો પછી તું ક્યાંથી જાણી શકીશ ? તું સાવધાન થઈ વેદોના ડુંગર જો . પછી ઊંચાપર્વત સમાન વેદના ઢગલા જોયા ,જે કરોડો સૂર્ય ની જેમ અનંત અને જ્યોતિર્મય હતા. ભરદ્વાજ ઋષિએ કહ્યુ -
બ્રહ્મચર્યાશ્રમ મહી ગયા કલ્પત્રય હન્ત ,
ઓળંગ્યો ના વેદ નો તો ય અલ્પ મેં પંથ ..૨૦
ભરદ્વાજ મુનિના એવા વચન સાંભળી ને બ્રહ્માજીએ અભ્યાસ માટે ત્રણ મુઠ્ઠી ભરીને વેદો આપ્યા .
Comments