દેસળ ભગત ની વાત.
દેસળ ભગત
ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર અજીતસિંહ નામ રાજકુમાર કોલેજ માં કોલેજ પૂરી કર્યા પસી રાજ તિલક થયું રાજા બન્યા છતાં એમને રાજા નો પોશાક નતો પેહરયો માત્ર ને માત્ર મિલીટરી ના જ કપડાં પેહરતા અને આટલા બધા રાજા રજવાડા થઈ ગ્યા પણ એમાં જો નામાંધારી રાજા માં નામ લો તો હાક એવિ પડે એવિ એની હાક પણ નામ સમરણ માં કેટલી તાકાત છે અને ભજન ની કેટલી તાકાત એનો આ જીવતો દાખલો છે એક તો આવું જેનું નામ હોય દાખલા તરીકે કોઈ પોલિસ સ્ટેશન ના ફોજદાર નામાધારી હોય તો એની જેલ કેવી હસે એની જેલ માથી જાતા પેલા વિચાર કરવો પડે આ નકામી ખેહી લેસે …
આવી જેની હાક અને એની જેલ અને એની જેલ માં પોલિસ તરીકે એક જણ નૌકરી કરતો નામ દેસળ ત્રણ રૂપિયા પગાર, હવે ઇ ત્રણ રૂપિયા માં વ્યવહાર હકારવાનું ,ઘર હકારવાનું એમાં નૌકરી કરવાની ઇ પણ કડે મકોડે અને એમાંથી સમય મળે તો હરી ભજન કરવાનું. ફલાણી જગ્યા ભજન સે અને રાત નો ફેરો નથી તો તો એ જાય પણ રાત ની નૌકરી હોય અને એમાય ભજન હોય અટલે દેશળ ને સખ નો પડે
એમાં એક દી રાત ના પેહરા ઉપર જાવાનું અને ઘરેથી નીકળવું , જેલ પોચવું રસ્તા, એક જણ મળ્યો દેસળ નું કીધું “દેસળ જય માતાજી ”
દેસળ કીધું :”જય માતાજી ”
એક જણ : “દેસળ આજ ભજન સે ”
દેસળ :”ક્યાં ”
એક જણ :”કુભારવાડા ના નાકે”
દેસળ : “અવાય તો આવીસ ” આજ પેહરા ઉપર જવસુ”
જેલે પોગયો સખ નથી હારે રેવા વાડા હમજી ગ્યાં કે આને ભજન નું વાવટુ આવ્યું લાગે સે હારે
જે નૌકરી કરતાં તા એને બોલાવ્યો કે” દેસળ એ દેસળ ભજન લાગે સે આજ ”
દેસળ : “હા ”
હારે રયો એને કીધું “દેસળ વિશ્વાસ છે અમારી ઉપર વિશ્વાસ બેહે છે અમારી ઉપર દેસળ એ કીધું કે હોય જ ને
ઔલ કીધું કે જો વિશ્વાસ હોય તો આપી ડે અમને ચાવી અને મિત્રો ઉપર ભરોસો કર્યો” પછી તો ચાવી આપી પણ
એક મિત્ર એ કીધું કે “દેસળ આ સર અજીતસિંહ ની જેલ છે ઇ ધ્યાન રાખજે બે ભજન ગય ને વ્યો આવજે ”
હવે ઇ બે ભજન નું કહીને દેસળ ન્યાથી નીકળો અને રાત ના 11 વાગે રામ સાગર હાથ માં આયો અને ક્રષ્ણ હારે તાર લાગ્યો અને આંખ માથી આહુડા નિકડે ને એમાં 11 12 1 2 સવા બે વાગ્યા ને બાંગડદા બાગડદા ધુમાં બાગડદા કરતાં ઘોડા ના ડાબલા વાયગા વીસેક સાથીદાર ની હારે સર અજીતસિંહ આયા જેલે અને હાકલો નાખ્યો દેસળ એ દેસળ અંદર થી આવાજ આવ્યો :”જી સરકાર ”
અજીતસિંહ: “ખેરિયત”
દેસળ :”હા બાપુ ”
અજીતસિંહ :” બહાર આવ ”
દેસળ બાર આયો ચોપડી આપી સર અજીતસિંહ એ સહી કરી કીધું દેસળ બરાબર
દેસળ કે:” હા બાપુ બરાબર”
અજીતસિંહ નીકળ્યા અને દેસળ અંદર
પણ સર અજીતસિંહ ના જેને કાન ફુક્યા તા જેને કાન ભંભેરણી કરી એની સામે આંખ થી વાત કરી કે
“કા”
ઔલો કે બાપુ ભૂલ પડે નહીં બાપુ ઘડીક ઊભા રયો અને બે ઘોડા છુયટા કુંભારવાડે અને યા જઈને જોયું તો ઇ જ દેસળ રમસાગર માં રાગે ગયેલો અને ઘોડા યાથી પાછા વયળા અને બાપુ ને કીધું થોડાક આ બાજુ આવો આ દેસળ નો આવાજ ,ઘોડા પાછા જેલ બાજુ ગ્યાં હકલો નાખ્યો દેસળ
અંદર થી અવાજ આયો હ બાપુ
અજીતસિંહ :”ખેરિયત ”
દેસળ :”ખેરિયત બાપુ કા પાછા આવ્યા ”
અજીતસિંહ :”એ રેવા દેસળ અમે નીકળી છી”
અને ઘોડા નીકળ્યા અને ફરી વાર પાછું ઔલ માંણહ સામે જોયું ઓલાં માણહ એ કીધું કે બાપુ જેમ જેલે પાછા આવો છો ને એમ કુંભારવાડો ક્યાં આઘો છે
પણ દરબાર નો જવાબ સાંભળજો
અજીતસિંહ :” જેલ મારી સે ન્યા મારે હાજરી પુરવાની ની હોય બીજે મારે જય ને પાત્રો ના ખોલવાના હોય”
અને અજીતસિંહ ન્યાથી નીકળી ગ્યાં
સવાર ના પરોઢિયે મહેલે ગ્યા અને દેસળ પરોઢિયે જેલે આયો
મિત્ર ને પુયસુ કે :”કા ”
મિત્ર એ કીધું કે :”કઈ નહીં ”
દેસળ :”હું ભજન માથી આવું સુ ..”
મિત્ર :”ગાંડા કાઢ માં તું બાર વાગે આયો ને મે તને ચાવી આપી અને તું આય બેઠો અને દોઢ વાગે દરબાર આયા તને સાદ કરો તું ન્યા ગ્યો બુક આપી હાજરી પુરાવી આ તારી બુક ફાનસ નું અજવાળું કર્યું ને કીધું કે આ અજીતસિંહ ની સહી તું ઊંઘ માં તો નથી ને કઈ સપનું તો નથી આયુ ને તું કેમ આમ કરે છે”
દેસળ એ કીધું કે “ઓહો સપના માં હું નહીં તમે….!! બાપુ ક્યાં હતા અને હું ક્યાં હતો ..?”
મિત્ર :”આ તારા પગલાં અને દરબાર ના પગલા”
અને આ સાંભળતા દેસળ ના હાથ માથી ચોપડી પડી ગઈ અને પગલાં હતા ન્યાથી ધૂળ લઈ ને મયંડો શરીરે ચોપડવા એના મિત્રો પુસે સે કે દેસળ સુ કર સો
દેસળ રોતા રોતા કીધું કે “આ મારા પગલાં નથી આ મારા દ્વારકાધીસ ના પગલાં છે હું તો ભજન માં હતો”
આટલું કીધું ત્યાં તો મિત્રો રોય પયડા અને બોલ્યા ” સાબાસ સાબાસ મારા બાપ અમે ભલે ઓળયખો નહીં પણ બે કલાક ભેગી નૌકરી તો અમેય કરી”
અને દેસળ ન્યા થી નીકળી ગ્યો અને ગ્યો દરબાર ને ડેલે પેરેદારો ને કીધું કે અંદર જઈને કો દેસળ મળવા આયો સે પેહરેદારે કીધું કે “બાપુ હજી સુવા ગ્યાં સે”
દેસળ કીધું કે નામ દયો મારૂ.. કેજો દેસળ આયો સે
અજીતસિંહ આયા સે ને કીધું::” કા દેસળ કઈ કામકાજ”
દેસળ :”ના બાપુ કઈ નહીં”
અજીતસિંહ :”તો પછી અટાણે”
દેસળ : “હાબાપુ મારે નૌકરી નથી કરવી”
અજીતસિંહ ::”અરે ગાંડા બીજા ભલે ને ગમે એમ કે મે તને કીધું કાઇ ભલે ને મારે ખાલી જેલે આવું પડે એ જ ને મને બધી ખબર છે”
દેસળ ::”બાપુ તમને ખબર સે આટલે તમારે ધક્કો તો થાય ને ઇ જ વાંધો સે તમારો તોખાલી મેહલે થી જેલે ધક્કો થાય ઇ જ ને બાપુ પણ મારા નાથ ને દ્વારકા થી ધક્કો થાય એનું પોહાણ કેમ કરવું”” એમ કહી ને દેસળ ખાંડવી ધાર ઉપર બેહી ગયો ને રમસાગર લઈ ને.
આજ ની તારીખ માં ધ્રાંગધ્રા માં દેસળ ભગત ની વાવ સે કેવા નો મતલબ આ નામ વાળા ને ન્યા 80 વર્ષો પેલા જો આવતો હોય તો આ નામ ની તાકાત આ ભજન ની તાકાત.
Comments