વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧ ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની, ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨ આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો, ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩ મા કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું, કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪ હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો, દોષો થકી દુષિતના કરી માફ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫ ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું, શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬ રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી, આ જિંદગી થઇ મને અતિસે અકારી, દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭ ખાલી ન કોઇ સ્થળ છે વિણ આ...
Comments