ભગવાન શ્રી વિષ્ણુજી માટે વિહિત ફૂલ :-
ભગવાન શ્રી વિષ્ણુજી માટે વિહિત ફૂલ :-
ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એક બાજુ અસંખ્ય રત્નો, મણિ કે સ્વર્ણ નિર્મિત ફૂલો ચઢાવીએ અને બીજી બાજુ તુલસી દલ ચઢાવવામાં આવે તો ભગવાનને તુલસી દલ વધુ પ્રિય લાગે છે. ભગવાનને અતિ કિંમતી કૌસ્તુભ મણિ પણ એટલો પ્રિય નથી જેટલાં પ્રિય તુલસી દલ છે.ભગવાનને શ્યામ તુલસી પ્રિય છે પરંતુ એનાથીય વધુ પ્રિય શ્વેત તુલસી છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે તુલસી દલથી
પૂજિત શિવલિંગ કે વિષ્ણુજી ની પ્રતિમાનાં દર્શન કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્તિ મળે છે. એક બાજુ માલતી કે અન્ય પુષ્પોની માળા હોય અને બીજી બાજુ વાસી તુલસી દલની માળા હોય તો ભગવાન વાસી તુલસની માળા વધુ પસંદ કરે છે .
ભગવાનને ફૂલો સાથે પાન પણ ચઢાવાય છે. એમાં જે જે ફૂલ ચઢાવાય છે તે દરેક છોડ અને વૃક્ષનાં પાન ચઢાવી શકાય છે. આમાં પણ એક એક પાન બીજા પાન કરતાં ચડિયાતાં ફળ આપનાર છે પરંતુ આ બધામાં તુલસી દલ ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
નરસિંહ પૂરાણમાં ફૂલોની વિશેષતા વિશે વર્ણન કર્યું છે તે મુજબ દશ સુવર્ણ પુષ્પો ચઢાવવાથી જે ફળ મળે છે તે ફળ એક ગરમાળાનું પુષ્પ ચઢાવવાથી મળે છે. આ રીતે જેમ શિવ પૂજામાં એક ફૂલ થી બીજું ફૂલ સજા ગણું ફળદાયી છે, બસ એજ રીતે વિષ્ણુ ભગવાનની પૂજામાં વપરાતાં ફૂલો પણ ફળદાયી છે.માલતી, બોરસલી,અશોક,કાળી નેવારી ( શેફાલિકા ), બસંતી નેવારી ( નવ મલ્લિકા ), આમ્રાત ( આમળા ) ,તગર, આસ્ફોત,મોગરો, મધુ મલ્લિકા, જુહી,અષ્ટપદ, સ્કંદ, કદમ્બ,મધુ પિંગલ, પાટલા,ચંમ્પા, હૃદ્ય લવિંગ,માધવી, કેવડો,કુરભ, મોગરો અને સાયં કાળે ખીલનારુ શ્વેત કમળ. આ બધાં ફૂલ ભગવાનને લક્ષ્મીજી કરતા પણ વધુ પ્રિય છે.
કમળનું ફૂલ તો ભગવાનને અતિ પ્રિય છે. વિષ્ણુ ભગવાનને જો કમળનું એકજ ફૂલ ચઢાવવામાં આવે તો કરોડો વર્ષોનાં ના નાશ પામે છે.
કમળના ફૂલોમાં પણ ભેદ છે. અને તેમના ભેદ મુજબ ફળ પણ અલગ અલગ છે.સો લાલ કમળ બરાબર એક શ્વેત કમળ. એક લાખ શ્વેત કમળ બરાબર એક નીલ કમળ. કરોડો નીલ કમળ બરાબર એક પદ્મ. જો કોઈ પુરી જિંદગી દરમિયાન પણ એક પદ્મ ચઢાવે તો તેનાં સમસ્ત પાપો નાશ પામે છે અને તે વિષ્ણુ પુરીની પ્રાપ્તિ માટે સુનિશ્ચિત થી જાય છે.
હજુ યાદી લાંબી છે પરંતુ આટલું પણ થાય તોય પૂણ્યદાયી બની રહેશે.
ભગવાન વિષ્ણુજીની પૂજા માટે નિષિદ્ધ ફૂલો :-
આકડો, ધતૂરો,કાંચી, અપરાજિતા ( ગિરિ કર્ણિકા ) ,
ભટ કટૈયા, કુરૈયા,હેમંત, શિરિષ, ચિચિડો( કોશાતકી ) , કૈદ, લાંગુલી, સહીજન,કચનારા વડ,ઉમરો, નાકર, પીપર અને અમડો ( કપીતન ). ઘરે ઉછેરેલી કરેણ અને બપોરિયાના ફૂલ પણ નિષિદ્ધ છે.
☀️ સૂર્ય દેવની પૂજા માટે વિહિત
ફૂલ :-
ભગવાન શ્રી સૂર્ય દેવને જો એક આંકડાનું ફૂલ ચઢાવવામાં આવે તો સોનાની દશ લગડી આપવાના ફળ બરાબર છે. { ભવિષ્ય પુરાણ }
એક કરેણનું ફૂલ બરાબર એક અડહુલનુ ફૂલ.
એક હજાર કરેણના ફૂલ બરાબર એક બિલિપત્ર.
એક હજાર બીલીપત્ર બરાબર એક પદ્મ (સફેદ રંગથી થોડા જુદા રંગનું કમળ) . હજારો પદ્મ પુષ્પો બરાબર એક બોરસલી.
હજારો બોરસલી પુષ્પ બરાબર એક કુશનું ફૂલ.
હજાર કુશના પુષ્પ બરાબર એક શમી વૃક્ષનું પુષ્પ .
હજાર શમીવૃક્ષના પુષ્પ બરાબર એક નીલ કમળ હજારો નીલ કમળ અને લાલ કમળ બરાબર એક લાલ કરેણ અને કેસરનું પુષ્પ.
જો આ ફૂલો ના મળે તો તેના પાન ચઢાવવા અને પાન પણ ના હોય તો એનાં ફળ ચઢાવવા.
ફૂલ કરતાં માળા ચઢાવવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે.
દિવસે બધાં જ પુષ્પો ચઢાવવવાં અને રાત્રે કદમ્બ નાં ફૂલ અને કળિયો ચઢાવવાં.
☀️ સૂર્ય દેવની પૂજામાં નિષિદ્ધ
ફૂલો :-
ગુંજા ( કૃષ્ણલા ), ધતૂરો,કાંચી, અપરાજિતા ( ગિરિ કર્ણિકા),
ભટ કટૈયા, તગર અને આમડા.
આ ફૂલો સૂર્ય દેવની પૂજામાં નિષિદ્ધ છે. એટલે તે ક્યારેય ના વાપરવાં." વીર મિત્રોદય ".
Comments