મકર સંક્રાંતિ.
મકર સંક્રાન્તિ માં દાન કાર્ય માટે પુણ્ય કાળ* 🌞સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિ-પરિવર્તનના સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. આ વખતે તા.૧૪મી જાન્યુઆરી એ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ સાંજે ૦૮:૪૩:૫૪ એ થશે. માટે ઉતરાયણ નો પર્વ ૧૫/૦૧/૨૦૨૩ નો કેહવાશે. *પુણ્ય કાળ* રવિવાર તા: ૧૫-૦૧-૨૩ નાં રોજ સૂર્યોદય સમય ૦૭:૨૨ થી સુર્યાસ્ત ૧૮:૧૩સુધી પુણ્યકાળ રેહશે 🙏આમ ઉપરોક્ત સમય માં ચંદ્ર નાડીમાં (ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળતો હોય ત્યારે) કરેલું દાન અનંત ઘણું ફળદાઈ નીવડે. *દાનમ્ દુર્ગતિ નાશમ્* 🙏🏻ઘણા મિત્રો સવારે બ્રહ્મ મુહુર્ત ના સ્નાન માટે પણ સરસ ઓપ્શન શોધી કાઢે છે અને કહે છે કે સવારે ઉઠીને સ્નાન કરી ને પાછા સુઈ જઈશું. તો આવી મૂર્ખામી કરવી નહી. કેમકે ઉતરાયણ ને દિવસે સવારે સૂર્યઉદયથી લઇ ને સુર્યાસ્ત સુધીનો પુણ્યકાળ કેહવાય છે અને આ પુણ્ય કાળમાં જે માનવી (વૃદ્ધ/અશક્ત/બીમાર અને બાળક શિવાય) સુઈ જાય છે તેની લક્ષ્મી નો નાશ થાય છે. *🙏એક લાખ ગાયના દાનનું પુણ્ય કઈ રીતે પ્રાપ્ત થાય ?* 🙏૧૫ જાન્યુઆરી, ઉત્તરાયણ ના દિવસે બ્રહ્મમુહૂર્ત સમય ૦૫:૩૬ થી ૦૬:૨૮ મા...