Makar sankranti mahtva
હર મહાદેવ 🌸 ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ : ભીષ્મ સ્તુતિ 🌸 ભીષ્મ પિતામહ કહે છે કે તમારા સ્વરુપ જેવું ત્રિભુવનમાં કોઇ સ્વરુપ નથી. આ ભુવન સુંદર છે, તમામ વર્ણ છે, પિતાંબરો ધારણ કરેલા છે ✨ મૃત્યુને જેવી રીતે ભીષ્મ પિતામહે મંગલ બનાવ્યું એવી રીતે આપણે સમગ્ર જીવન અને મૃત્યુની અંતિમ ક્ષણોને મંગળમય બનાવીએ 📖 શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં ત્રણ સ્તુતિઓ મુખ્ય છે. જેમાં ઉત્તરાજીની, કુંતાજીની અને પ્રથમ સ્કંધના નવમાં અધ્યાયમાં ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ. ભીષ્મ પિતામહે સંક્લ્પ કર્યો કે ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે હું મારા દેહનો ત્યાગ કરીશ. એમને વિદાય આપવા માટે અનેક ઋષિઓ આવ્યા. મૃૃત્યુ સમયે ભીષ્મ પિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજધર્મ - સ્ત્રીધર્મ એવા અનેક ધર્મોનું નિરુપણ કર્યું. ભીષ્મ પિતામહે ૧૧ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી, પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને ૧૧મું મન એ દ્વારીકાધીશના ચરણોમાં સમર્પિત કર્યું. 🕉️ ભીષ્મ સ્તુતિનો પ્રારંભ 'ઇતિ' શબ્દથી થાય છે. આમ કોઇપણ સ્તુતિ કે સ્ત્રોત જુઓ તો તેેનો આરંભ 'અથ' શબ્દથી છે અને સમાપ્તિમાં 'ઇતિ' આવે. પણ ભીષ્મ સ્તુતિની ...