ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની કારોબારીનું પારિવારિક સ્નેહ મિલન. તેજસ ભાઈ જોશી
તારીખ 12 1 24 ને શુક્રવારના રોજ ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની કારોબારીનું પારિવારિક સ્નેહ મિલન તેમજ કારોબારી મિટિંગ ભાવનગર ખાતે દયારામ બાપા પ્રાથમિક શાળા ઘોઘા સર્કલ ખાતે પ્રમુખ શ્રી તેજસભાઇ જોશીની આગેવાનીમાં મળેલ હતી જેમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાવનગર શહેર બ્રહ્મ સમાજના કારોબારીના પરિવારો તેમજ સમાજના નિમંત્રિત આગેવાનો મુરબ્બીઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો અગ્રણીઓ વકીલો વેપારીઓ ઉપસ્થિત રહેલ અને સર્વોએ આગામી સમયમાં સમાજનું સામાજિક આર્થિક રાજકીય અને શિક્ષણ ક્ષેત્રનું ચિંતન કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી તેજસ જોશી, મહામંત્રી શ્રીઓ તેમજ સમગ્ર કારોબારીએ ભારે જહેમત ઉઠાવેલ હતી