બ્રહ્મ દેવ તેમનું કર્મ
એક બ્રાહ્મણ ને કર્મ કાંડી બનવા માટે નીચેની મુખ્ય બાબતો આવડવી જોઈએ.
1. સંસ્કૃત ભાષા જ્ઞાન
2. પંચાંગમાં થી સારો દિવસ, સારું મુહૂર્ત, સારું ચોઘડિયું જોઈ શકવું
3. સંકલ્પ લેવો અને લેવડાવવો
4. ત્રિકાળ સંધ્યા પદ્ધતિ
5. વિવિધ દેવતાઓનું સ્થાન અને સ્થાપન
6. ભદ્રં સૂક્ત (આ નો ભદ્રા …)
7. દેવતા નમસ્કાર (શ્રીમનમહા ….)
8. પુરુષ સૂક્ત
9. શ્રી સૂક્ત
10. ચંડી પાઠ
11. રુદ્રી (વેદિક)
12. શિવ મહિમ્ન સ્તોત્ર (પૌરાણિક)
13. પંચાયતન દેવતા (ગણેશ, વિષ્ણુ, શંકર, માતાજી અને સૂર્ય) પૂજા
14. આખું ગ્રહ શાંતિ / ગ્રહમખ અને તેના 44 મંત્રો (યાજ્ઞિક રત્નમ), વિશેષ રીતે ગ્રહમખમાં આવતા પાંચ અંગો – પંચાંગ કર્મ
14.1 – ગણેશ પૂજા
14.2 – સંપૂર્ણ પુણ્યાહ વાંચન
14.3 – કુળદેવી પૂજન
14.4 – આયુષ્ય મંત્ર પાઠ
14.5 – નાન્દીશ્રાદ્ધ
15. હસ્ત ક્રિયા (યજમાન જોડે બેસી એમના દ્વારા કર્મો કરાવવા)
એક બ્રાહ્મણ બનવું ખૂબ અઘરું છે, અને કર્મ કાંડી બનવું એથીય અઘરું છે. જીવનમાં દુન્યવી ઈચ્છાઓ અને મહાત્વાંકાંક્ષાઓ નું બલિદાન આપવું પડે છે. સ્વાર્થ ત્યજી પરમાર્થ અપનાવવો પડે છે. ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા સહીત ધર્મપાલન કરવું પડે છે. પરંતુ એ જ ભૂદેવો આ પૃથ્વી ઉપર રત્નો સમાન છે, દેવ તુલ્ય છે અને ઈશ્વરને અત્યંત પ્રિય છે.
Comments