શ્રી કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળા બોલુંદરા. તા. મોડાસા, જી.અરવલ્લી. વૈદિક પાઠશાળા ના પ્રાચ્ય ઋષી કુમારો દ્વારા સંસ્થામાં એક અનોખું આયોજન.



શ્રી કૃષ્ણ શરણં મમ

બ્રહ્મ ભોજન
શ્રી કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળા બોલુંદરા. તા. મોડાસા, જી.અરવલ્લી. 
વૈદિક પાઠશાળા ના પ્રાચ્ય ઋષી કુમારો દ્વારા સંસ્થામાં એક અનોખું આયોજન. 
આ પાઠશાળા માં બ્રહ્મ પુત્ર એટલે ( બ્રાહ્મણો ના ) નાના ભૂલકા થી માંડી ને મોટા વિધાર્થી અવસ્થા ના બાળકો ને વેદ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન આપવામાં આવે છે ,
આ સંસ્થા અગ્નિહોત્રી પરંપરા થી ૧૧૭ વર્ષ થી ચાલતી આવે છે
જેમાં પૂજય શ્રી અગ્નિહોત્રી કૃષ્ણારામ બાપા ના આશીર્વાદ એવમ પૂજય દાદાજી શ્રી શુકદેવજી પ્રસાદ વ્યાસ ના પૌત્ર શ્રી અગ્નિહોત્રી આત્રેય કુમાર જૈમિની કુમાર વ્યાસ ના સંચાલક હેઠળ આ સંસ્થા ચલાવી રહયા છે આ સંસ્થામાં ૧૩ વર્ષ થી સંસ્કૃત પાઠશાળા ચાલી રહેલ છે આ પાઠશાળા ના આચાર્ય ગુરુજી શ્રી નિસર્ગ ભાઈ ઉપાધ્યાય જી દ્વારા ઋષી કુમારો ને વેદ વિદ્યા માં પારંગત કરી રહ્યા છે જેમા પ્રથમ સાલ વેદ અભ્યાસ કરી ચૂકેલા પ્રાચ્ય છાત્ર દ્વારા આ વર્ષે શ્રી શુકલ યજુર્વેદ સંહિતા પારાયણ નું આયોજન કરેલ જે દ્વિદીન સાધ્ય રાખેલ જેમાં પ્રથમ દિને સ્થાપન પૂજન હોમ તંત્ર દ્વારા પારાયણ નો આરંભ કરવામાં આવેલ , આ આયોજન ના બીજા દીવસે ઉપસ્થિત, અગ્નિ હોત્રી ગુરુજી શ્રી આત્રેય કુમાર વ્યાસ ,આચાર્ય શ્રી વેદ ગુરુજી ઘનપાઠી શ્રી નિસર્ગ ભાઈ ઉપાધ્યાય, સાહિત્ય આચાર્ય ગુરુજી શ્રી વિશાલ ભાઈ જોશી , ગુરૂજનો નુ સ્વાગત સત્કાર પ્રાચ્ય ઋષી કુમારો દ્વારા કરવામાં આવેલ તેમજ અંતિમ દિને ઋષી કુમારો દ્વારા બ્રહ્મ ભોજન નું આયોજન કરવામાં આવેલ. તેમજ સંસ્થા દ્વારા પ્રાચ્યઋષી કુમારો દ્વારા બહુ માં કરવામાં આવેલ આ કાર્ય ના સંચાલક પ્રાચ્ય ઋષિકુમાર વેદ પાઠી શ્રી હિતેશભાઈ ચૌબિશા તેમજ વેદ પાઠી શ્રી વિકાસ ભાઈ ચૌબિશા દ્વારા આ કાર્ય નું સમાપન કરવામાં આવ્યું હતું

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri