સરસ્વતિ મંત્ર.
સરસ્વતી મંત્ર:
યા કુંદેદુ તુષાર હાર ધવલા યા શુભ્ર વૃસ્તાવતા,
યા વીણા વર દણ્ડ મંડિત કરા યા શ્વેત પદ્માસના.
યા બ્રહ્માચ્યુત શંકર: પ્રભૃતિર્ભિ દેવૈ સદા વન્દિતા,
સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષ જાડ્યા પહા.
મંત્રનો અર્થ
જે વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કુન્દના ફળ, ચંદ્રમા, હિમરાશિ અને મોતીના હારની જેમ ધવલ વર્ણના છે અને જે શ્વંત વસ્ત્ર ધારણ કરે છે, જેમના હાથમાં વીણા-દણ્ડ શોભાયમાન છે, જેમણે સફેદ કમળ પર આસન ગ્રહણ કર્યું છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન જેમની સદા પૂજા કરે છે. તે સંપૂરમ જડતા અને અજ્ઞાનને દૂર કરનારી મા સરસ્વતી અમારું રક્ષણ કરે.
જો તમે ભણતા હોય તો આ મંત્રનો જાપ કરવાથી તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આની સાથે જ તમે તમારા અભ્યાસ પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે અભ્યાસ વિના સફળતાની કામના કરવી વ્યર્થ છે.
(અહીં આપેલી બધી માહિતી શાસ્ત્રો અને ગ્રંથોમાં વર્ણવેલી છે. જો કે એને અપનાવતા પહેલા કોઈ વિશેષ પંડિત કે જ્યોતિષીની સલાહ અવશ્ય લઇ લો.)
Comments