Shri Krishna charitra


રાજેશ રાજગોર રચિત "શ્રી કૃષ્ણ ચરિતમ" - શ્રીમદ્દ ભાગવત પુરાણના દશમ સ્કંધને સર્વ પ્રથમ વાર ગુજરાતી સાહિત્યમાં ગઝલ સ્વરૂપે રજૂ કરતાં પુસ્તકનું વિમોચન, Iskcon સંસ્થાના ઉદ્દેશ્યને સમર્પિત પૂના સ્થિત અન્નામૃત ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી શ્વેતદ્વીપ દાસજીના વરદ હસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો અનુક્રમે, પુષ્ટિ સંપ્રદાયના વિદ્વાન વક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી, દહિસરના માજી નગર સેવક શ્રી જગદીશભાઈ ઓઝા, ગુજરાતી સાહિત્યને રળીયાત કરનાર સિદ્ધહસ્ત કવિ અને સંચાલક શ્રી મુકેશભાઈ જોશી,  પ્રાસંગિક વક્તવ્યો રજૂ કરશે. નરસિંહ મહેતાના વંશજ, પ્રસિદ્ધ કવિ અને ગઝલકાર શ્રી જવાહર ભાઈ બક્ષી દ્વારા પ્રસ્તાવના પામેલ આ પુસ્તકના વિમોચન સમારોહમાં બરોડા સ્થિત વલ્લભાચાર્યજીના વંશજ અને વિખ્યાત સંગીતજ્ઞ શ્રી પરિતોષ ગોસ્વામી આ પુસ્તકમાં 108 પંક્તિમા લખાયેલી શ્રીમદ્દ ભગવદ ગીતાનું સ્વરાંકન રજૂ કરશે. એન.એમ. ઠક્કરની કંપની દ્વારા પ્રકાશિત અને 4280 પંકિતમાં ખંડ કાવ્યની રીતે લખાયેલા આ પુસ્તકના વિમોચન સમારોહમાં TV, રેડિયો અને ગુજરાતી રંગભૂમિના કલાકારો સર્વશ્રી સનત વ્યાસ, ધર્મેન્દ્ર ગોહિલ, જીનલ બેલાણી, પ્રયાગ દવે, નિયતિ દવે અને જાગૃતિ રાજગોર આ પુસ્તકના અંશોનું કાવ્ય પઠન કરશે. ભક્તિ રાજગોર દ્વારા ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં  " શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન" રામ સ્તુતિથી આરંભાયેલા આ વિમોચન સમારોહનું સમાપન પણ એના જ દ્વારા શ્રી કૃષ્ણના સૌંદર્ય ને દર્શાવતા "અધરમ મધુરમ" નૃત્ય સાથે થશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિદ્ધહસ્ત કવિ અને સંચાલક શ્રી સંજયભાઈ પંડ્યા કરશે. સમય/સ્થળ :- તારીખ 17.04.2022 રવિવારે સાંજે 4.15 થી, રાજેશ્રી બેંકવેટ હોલ, બીજે માળે, મૂવીટાઈમ સિનેમા કમ્પાઉન્ડમાં, દહિસર - પૂર્વ. મુંબઈ -68.આપ સૌ ભાવકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે. જય શ્રી કૃષ્ણ 🙏

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri