today panchang .વિષ્ણુ સહસ્ત્ર નામ રહસ્ય
હર મહાદેવ વિષ્ણુસહસ્ત્ર નામ સ્તોત્ર નાં અદભુત રહસ્યો !! આજથી લગભગ ૪૬ વર્ષ પહેલા દ્વારકામાં હું જ્યારે સ્વામી અભેદાનંદ જી ને મળેલો ત્યારે એમણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનાં કેટલાંક રહસ્યો મને બતાવેલાં. આજે આપની સાથે એ રહસ્યો હું શેર કરું છું. આપણે જાણીએ જ છીએ કે જન્મ એટલે કે સર્જનનો હવાલો બ્રહ્મા સંભાળે છે. જીવનનો હવાલો ભગવાન વિષ્ણુ સ્વયં સંભાળે છે જ્યારે મૃત્યુ અને વિસર્જનનો હવાલો ભગવાન શિવ સંભાળે છે. એટલે જ્યાં સુધી જીવન છે, જ્યાં સુધી સંસાર છે, જ્યાં સુધી આર્થિક જરૂરિયાતો છે, જ્યાં સુધી ભોજનની વ્યવસ્થા કરવાની હોય છે, જ્યાં સુધી કુટુંબને પાળવાનું હોય છે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના જરૂરી છે. પછી તે શ્રીરામ તરીકે હોય, શ્રીકૃષ્ણ તરીકે હોય, શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે હોય કે પછી તિરુપતિ બાલાજી તરીકે હોય !! વિષ્ણુની ચેતના જ આ તમામ સ્વરૂપોમાં જાગૃત છે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની ઉપાસના કરવાનું એક અમોઘ સ્તોત્ર છે. આ સ્તોત્રના કેટલાક મંત્રો એકદમ સિદ્ધ મંત્રો છે અને જુદા જુદા હેતુ માટે એ...


Comments