ग्रहण विषयक चर्चा dt ७/८/०९/२५
હર મહાદેવ ग्रहण 🌍 જય ભગવાન
खग्रास चंद्र ग्रहण भाद्रपद शुक्ल पूर्णिमा ०७/०८/०९/२०२५ भानु वासर:।
*🌞🌚ગ્રહણને નહિ માનનાર માટે એક લપડાક👋🏻*
🕉️ભારતીય સંસ્કૃતિ અને ભારતના ખગોળશાસ્ત્ર, જયોતિષ શાસ્ત્રને ગ્રહણ વિષે કોને પહેલાં જ્ઞાન થયું?
વૈજ્ઞાનિકોને કે ઋષિઓને ?
કે જે લોકો આજ આપણી આ પ્રથાને નથી માનતા તે લોકોને?
🕉️જયારે હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો મૂળ મહિમા ગવાયેલો છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ગ્રહણ સમયે જે અદ્દભૂત વાતાવરણ સર્જાય છે. તે આધ્યાત્મિક અને ધાર્મિક સિધ્ધિઓ મેળવવા માટેની અલભ્ય ક્ષણો છે. હિંદુ શાસ્ત્રો ગાઈ વગાડીને કહે છે કે ગ્રહણોની અસરો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે. અને પૃથ્વી પર અનેક પ્રકારના શુભ-અશુભ કુદરતી આવેગો-પેદા કરે છે જે આપણે પણ હાલ અનુભવી રહેલ છે. અને આવા ગ્રહણને પરિણામે પૃથ્વી પર મોટી-મોટી સારી અને આઘાતજનક ઘટનાઓ પણ બનતી હોય છે.
🕉️ટૂંકમાં હિંદુ ધર્મ કહેછે ગ્રહણની અસર બહુઆયામી છે અને વૈજ્ઞાનિકો અને નાસ્તિકો અને અત્યારે બહુ મોર્ડન થઇ પડેલા સમજે છે તેમ માત્ર ભૌગોલિક અને ભૌતિક ઘટના નથી પણ તેની અસર આધિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક જગત પર પણ પડે છે.
👏🏻આવો સૌ પહેલા જે વૈજ્ઞાનિક અભિગમ અને મોર્ડન અભિગમ ના છકેલા નાં નામે હિંદુ ધર્મ પર પ્રહારો કરાય છે તે પશ્ચિમના વિજ્ઞાનના અને હિંદુ ઋષિમુનીઓના જ્ઞાનની વાત કરીએ.
સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની એડવાન્સ ગણત્રી કરવી હોય, એનો સ્પષ્ટ સમય કાઢવો હોય અને તે પૃથ્વીના કયા ભાગમાં દેખાશે તેની ગણત્રી કરવી હોય તો તે વૈજ્ઞાનિક કે જયોતિષશાસ્ત્રી પાસે નીચે જણાવેલ સચોટ માહિતી હોવી જોઈએ.
(૧) પૃથ્વી-ચંદ્ર સૂર્યની આસપાસ ફરે છે,તેવું જ્ઞાન હોવું.
(૨) પૃથ્વી-સૂર્ય અને ચંદ્રની દર સેકન્ડે ઝડપ, તેમની ભ્રમણકક્ષા, તેમના ક્ષેત્રફળ,તેમના કદ
(૩) પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રનું અંતર
(૪) સૂર્ય-ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણની દિશા
(૫) પ્રકાશની ગતિ અને પ્રકાશની ગતિના નિયમોનું જ્ઞાન
(૬) પૃથ્વી સપાટ નહીં ગોળ છે તેવું સ્પષ્ટ જ્ઞાન અને પૃથ્વી પર દરેક દેશનું સ્થાન એટલે કે અંક્ષાશ અને રેખાંશનું પણ પૂર્ણ જ્ઞાન હોવું જરૃરી છે.
(૭) આ ગણત્રી માટે સમય માપવા માટે પ્રમાણભૂત ઘડિયાળ અને લંબાઈ માપવા માટેનું આધારભૂત સાધન હોવું જરૃરી છે.
(૮) સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષાને ચંદ્રની ભ્રમણકક્ષા જે બે બિંદુઓને છેદે છે તે કલ્પીત છેદન બિંદુઓ એટલે કે રાહુ અને કેતુના સ્થાનની ગણત્રી મુકવાનું જ્ઞાન.
ટૂંકમાં કહીએ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણની ગણત્રી માટે પદાર્થ વિજ્ઞાનનાં તમામ મોટા નિયમોનું જ્ઞાન હોવું જરૃરી છે.
ચાલો, હવે જોઈએ કે સૂર્ય ગ્રહણ-ચંદ્ર ગ્રહણ ગણવા માટેના ઉપર જણાવેલ નિયમોનું ભારતને કયારે જ્ઞાન હતું !
👍🏻આજથી હજારો વર્ષ પહેલા રચાયેલા નારદ પુરાણમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે અને તેની કેવી રીતે ગણત્રી કરવી તેની સંપૂર્ણ પદ્ધતિ ઉપલબ્ધ છે અને તે પણ માત્ર ૧૨ શ્ર્લોકોમાં એટલે કે ૨૪ પંકિતઓમાં (નારદપુરાણ-પૂર્વ ભાગ, દ્વિતીય પાદ, અધ્યાય ૫૪મો શ્ર્લોક નં.૫૧ થી ૬૨) નારદ પુરાણના આ ૫૪માં અધ્યાયમાં નવે ગ્રહોની ગતિ અને ભ્રમણકક્ષા અંગે પૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે.
હજારો વર્ષ પૂર્વે મહાભારતમાં જયારે અર્જુનના હાથે જયદ્રથનો વધ થયો તે પ્રસંગમાં પણ સૂર્યગ્રહણની કૃષ્ણ ભગવાનને એડવાન્સમાં માહિતી હતી તેવું સ્પષ્ટ થાય છે.
વિશ્વમાં જયોતિષ અને ખગોળનું જ્ઞાન સૌ પ્રથમ ભારતમાં પ્રગટ થયું અને ભારતમાંથી ઈજીપ્તમાં થઈ રોમ મારફતે પશ્ચિમમાં ગયું તેવું તો આખી દુનિયા હાલ સ્વીકારી ચુકી છે. અને આ પશ્ચિમનાં વૈજ્ઞાનિકો તો માંડ ૫૦૦ વર્ષ પહેલાં કહેતાં થયા કે પૃથ્વી સપાટ છે. ગેલિલિયોએ જયારે કહ્યું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે ત્યારે તેને જેલમાં નાંખવામાં આવ્યો હતો.
જે લોકો ગ્રહણને માનતા નથી અને આજના આધુનિક જીવનમાં પોતાનું છોછલાપણું દર્શાવે છે તેમને જણાવું કે પશ્ચિમને પ૦૦ વર્ષ પહેલાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ગણતાં પણ આવડતું ન હતું, કારણ કે તેમની પાસે ગ્રહણ ગણવાં માટે જોઈતું બેઝીક જ્ઞાન જ ન હતું. જે સમાજ એમ માનતો હોય કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. તે સૂર્ય કે ચંદ્રગ્રહણ કેવી રીતે ગણી શકે?
પશ્ચિમને ગ્રહણ ગણવા માટે જે બેઝીક જ્ઞાનની જરૃર છે તેમાંનું એક પણ જ્ઞાન હતું જ નહીં.
એટલે ગ્રહણ અંગે પશ્ચિમનું જ્ઞાન માંડ ૫૦૦ વર્ષનું છે. જયારે ભારતમાં આદિકાળથી આ જ્ઞાન ચાલતું આવ્યુ છે. એટલું જ નહી ધૂમકેતુ અને નજરે નહિ પડતા ગ્રહોનું અસ્તિત્વ પણ તેમણે શોધી કાઢયું હતું.
👏🏻બીજી અગત્યની વાત એ છે કે ભારતે આદિકાળથી મનોવિજ્ઞાન, પરાવિજ્ઞાન, આધ્યાત્મ જગતનું ઊંડાણથી ખેડાણ કર્યુ હતું. ભારતમાં યોગ-ધ્યાનની પ્રક્રિયાથી મનની બુધ્ધિની પેલે પારના જગતમાં જવાની પ્રક્રિયા પણ શોધી કઢાઇ હતી. અને આ આજકાલનું પેદા થયેલું પશ્ચિમ આજે પણ એ વાતો પૂરેપૂરી સમજી શકયું નથી. એટલે સમજીને વીચારી લો કે ગ્રહણ અંગે હિંદુ ધર્મ દ્વારા જે વાતો કહેવાય છે તે જ વધુ ઓથેન્ટીક છે.........
નહીં કે પશ્ચિમના વૈજ્ઞાનિકોની ok.....
👻આજે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે ચાર-પાંચ મિનિટ ચાલતા ગ્રહણની બીજી કોઈ અસર હોતી જ નથી. એ માત્ર ખગોળીય ઘટના છે.
તે વાત ખોટી છે.
👍🏻આવો હવે આ વાત આપણે બીજી રીતે સમજીએ.
સ્ત્રી-પુરૃષ વચ્ચે જયારે શારીરિક સંબંધ બંધાય છે ત્યારે એ પણ ચાર-પાંચ મિનિટની સામાન્ય ઘટના હોય છે. પરંતુ તે ક્ષર્ણાધમાં બનેલી ઘટનાનું પરિણામ નવ મહિના પછી સંતાનરૃપે આવતું હોય છે અને યાદ રહે સંતાનના જન્મ સાથે એ ઘટનાના પરિણામનો અંત આવતો નથી, પણ એ મિલનની ઘટનાનું પરિણામ તો એ સંતાનના સંતાનો અને એના હજારો સંતાનો સુધી લંબાતું જાય છે. તેમ સૂર્યગ્રહણની અસર પણ અનેક સ્તરો પર આગળને આગળ વધતી જાય છે. એક સ્ત્રી-પુરૃષના મિલનની ઘટના હજારો વર્ષ સુધી દૂરગામી અસરો પેદા કરે છે તો સૂર્ય-ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું આવું અસાધારણ અદ્ભૂત મિલન કોઈપણ પરિણામ વગરનું કેવી રીતે હોઈ શકે ????
♌હવે વાત રહી અંધશ્રધ્ધાને નામે ભારતને બદનામ કરવાની.
તો ભારતના ઋષિમુનીઓ ગ્રહણ જોવાને કારણે અંધત્વ આવે છે એટલું જ નહીં પ્રકાશ વિહીન રેડીએશન વધુ ખતરનાક હોવાનું પણ જાણતા હતાં. જે આધુનીક વિજ્ઞાન હજી હમણા ૫૦૦ વર્ષ પેહલા જેવું જાણી શકી છે. ભારતના ઋષિમુનીઓએ પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષાનાં છેદનબિંદુઓ શોધી કાઢયાં અને આકાશમાં તેમના ચોક્ક્સ સ્થાન નક્કી કર્યા અને તે પછી તેમને રાહુ અને કેતુ એવા નામ આપ્યા અને સૂર્યગ્રહણ અમાસે એટલે કે રાહુપાત બિંદુ પર અને ચંદ્રગ્રહણ પૂનમે એટલે કે કેતુપાતબિંદુ પર જ થાય છે તેવું પણ શોધી કાઢયું હતું. યાદ રહે કે ભારતની જ્ઞાનયાત્રા નાની સુની નથી અને આજના જમાનાના આધુનિક અને પશ્ચિમને વળગી રહીને ભારતીય સંસ્કૃતિને વગોવવી અને અવગણતા પેહલા ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ વિષે જ્ઞાન મેળવી લેવું જોઈએ....
આજનો આ લેખ આધુનિક જીવન શૈલી અપનાવીને ગ્રહણ જેવી ઘટનાઓને ફગાવી દેનારને એક લપડાક છે. કારણકે આજનો આધુનિક વિજ્ઞાન અને નાસા પણ આ ગ્રહણ કાળ પછીની અસરોને માન્યતા આપતી થઈ ગઈ છે. થાઈલેન્ડ જેવા દેશમાં પણ એરપોર્ટ ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત છે તે જોઈ લેવી.
Comments