Shani amavasya visesh yuti



હર મહાદેવ
આવતી કાલે છ ગ્રહોની યુતિ અને ગ્રહણમાં આટલું આવશ્ય કરજો  !
*********************** 

વાચક મિત્રો, આવતીકાલે ૨૯ તારીખે શનિવાર છે. અમાવાસ્યા પણ છે. સૂર્યગ્રહણ પણ છે. અને રાત્રે ૯:૪૦ કલાકે શનિદેવની મીન રાશિમાં એન્ટ્રી પણ છે.  પૃથ્વી ઉપર ઘણી બધી નેગેટિવ એનર્જીનો કાલે વરસાદ થશે.  

આવતી કાલે બની શકે તો તમારી પોતાની અને પરિવારની સુરક્ષા માટે આટલું કરજો. 

૧. કાલે સવારે સ્નાન કરતી વખતે પાણીની ડોલમાં એક થી બે ચમચી મીઠું નાખીને મીઠાવાળા ખારા પાણીથી સ્નાન કરવું જેથી આવતી કાલની નેગેટિવ ઉર્જાથી બચી શકાય.   

૨. આવતી કાલે બાર વાગ્યા પહેલાં હનુમાન ચાલીસાના ત્રણ પાઠ અવશ્ય કરવા. 

૩. બની શકે તો બપોરના ૧૨ સુધીમાં હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરી આવવા અને પોતાની સુરક્ષા માટે અને હવે પછીના સારા સમય માટે પ્રાર્થના કરવી.  

૪. બપોરે બે વાગ્યાથી રાત્રિના ૯:૪૦ સુધીમાં જ્યારે સમય મળે ત્યારે બને એટલા મંત્ર જાપ કરવા. પછી એમાં તમે દીક્ષામંત્રનો જાપ પણ કરી શકો, ગાયત્રીની માળા પણ કરી શકો, ૐ નમઃ શિવાય ના જાપ પણ કરી શકો. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠ પણ કરી શકો  કે પછી હનુમાન ચાલીસા પણ કરી શકો.  તમને જેમાં શ્રદ્ધા હોય તે કરો પણ કરજો જરૂર. એ સિવાય માનસિક નામ સ્મરણ પણ કરી શકશો. 

૫. પુરુષોએ બપોરના બાર વાગ્યા સુધીમાં શનિદેવનાં દર્શન કરી આવવાં અને ત્યાં જો વ્યવસ્થા હોય તો તેલ  પણ ચડાવવું. 

૬. ગર્ભવતી સ્ત્રીઓએ બપોરના બે પછી રાત્રિના ૮ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું. 

૭. આવતી કાલે ઘરમાં ઝઘડો કે ક્લેશ કંકાસ ન થવા દેશો. ગમે તે થાય મનને એકદમ શાંત રાખજો અને ગુસ્સો ના આવવા દેતા. આપણે શનિદેવનું સ્વાગત કરવાનું છે તે ખાસ યાદ રાખવું.

૮. કાલે બપોરના બેથી રાત્રિના ૯:૪૦ સુધી કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરવું.  

૯. કાલે જેમનાથી થઈ શકે એમણે ગરીબોને કંઈ ને કંઈ દાન આપવું. મીઠાઈ કે અન્ન પણ વહેંચી શકાય.  વૃદ્ધોની અને બિમારોની સેવા ખાસ કરવી. 

૧૦. જે લોકો નોનવેજ ખાતા હોય એમણે કાલે બિલકુલ ન ખાવું. 

૧૧. કાલે રાત્રે ૯:૪૦ કલાકે ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા ઉપર (ઘરમાં પ્રવેશ કરતી વખતે આપણી જમણી બાજુ) ચંદન કે કંકુનો સાથિયો કરી એના ઉપર કોડિયામાં તેલનો દીવો ખાસ કરવો. આ દીવો શનિદેવના સ્વાગત માટે અને પરિવારની સુરક્ષા માટે છે. 

૧૨. જે લોકો હવન કરતા હોય એ લોકોએ રાત્રે ૯ વાગ્યા પછી ઘરમાં હવન કરવો. ઘી અથવા તલ તથા કોપરાના છીણથી હવન કરી શકાય. *ૐ શ્રી ચૈતન્ય શનૈશ્ચરાય સ્વાહા* એ મંત્રથી હવન કરવો. શરૂઆતમાં ત્રણ આહુતિ ૐ સૂર્યાય સ્વાહા  અને ત્રણ આહુતિ ૐ પ્રજાપતયે  સ્વાહા બોલીને આપવી. એ પછી શનિદેવના  ૧૦૮ મંત્રોની આપવી. છેલ્લે વિસર્જન ખાસ કરવું. 

ઉપર જે પણ સૂચનાઓ આપેલી છે તેમાંથી જેટલી પણ શક્ય હોય એનું પાલન કરજો. આકાશમાં રહેલા ગ્રહો એ માત્ર સ્થૂળ ગ્રહો નથી પણ એ ચૈતન્ય છે અને તમારી પ્રાર્થના સાંભળે પણ છે ! 

આવતીકાલ રાતથી મેષ રાશિને સાડા સાતી અને સિંહ તથા ધન રાશિને અઢી વર્ષની પનોતી ચાલુ થશે. કુંભ અને મીન રાશિને સાડા સાતી ચાલુ રહેશે. 

અશ્વિન રાવલ


Forward shastri spiritual 

Comments

Popular posts from this blog

સિહોર માં બ્રહ્મ દેવો દ્વારા લોક કલ્યાણ અર્થે સુંદર આયોજન કર્યું

चैत्री नवरात्रि २०२५

ગોત્ર પ્રવર શાખા