Narmada mata ni jay
*ત્વદીય પાદ પંકજમ*
*નમામિ દેવી નર્મદે*
આજે નર્મદા જયંતિ છે.
નર્મદા પુરાણમાં લખેલું છે કે
મા નર્મદાજી કલીકાળમાં જીવાદોરી બની રહેશે..
બીજી પવિત્ર નદીઓ કાળાંતરે લુપ્ત થઈ જશે.
નર્મદાજીના બંને તટ પવિત્ર છે.
ગંગા સ્નાને,યમુના પાને,નર્મદા દર્શને અને
તાપી સ્મરણે એક સરખું ફળ આપનાર છે.
એક નર્મદાજીની પરિક્રમા થાય છે.
નર્મદાજી શિવજીના તપ દરમ્યાન
એમના પરસેવાથી પ્રગટ થયેલાં
એટલે એ શિવ પુત્રી કહેવાય છે.
નર્મદાજીમાં રહેલા દરેક પત્થર શિવ છે
એમની પ્રતિષ્ઠા વગર પૂજા થઈ શકે..
કંકર એટલા શંકર..
નર્મદાજી સ્વયમ મહા કુંડલિની જગદંબા છે..
કોઈ નદી નથી.
એમના કિનારે પરિક્રમા કરનાર અબાલવૃદ્ધને
મા ના દર્શન અને ઈચ્છાપૂર્તિનો અનુભવ થાય છે.
નર્મદાજીના કિનારે અનેક સંતો, ઋષિઓએ તપસ્યા કરીને જગતના કલ્યાણ અર્થ આશ્રમ બનાવ્યા છે.
જે આજે પણ એક દિવ્ય ઊર્જા સંસારને પ્રદાન કરે છે.
પ્રભાતે વહેતી ગંગા,મઘ્યાન્હે તું સરસ્વતી,
સાયં સર્વ તીર્થોની રાત્રે વહેતી નર્મદા..
આમ એમના પ્રવાહમાં સવારે ગંગાજી.
બપોરે સરસ્વતી, સાંજે સર્વ તીર્થો અને
રાત્રે સ્વયમ નર્મદાજી હોય છે..
જયાં છીએ ત્યાં રહી સ્નાન વખતે 'નર્મદે હર" વારે વારે બોલી સ્નાન કરી આજના મહાપર્વે નર્મદા સ્નાનનો લાભ લઈએ..
નર્મદેમાત કી જય...નર્મદે હર..
હરિ સ્મરણ સહ પ્રણામ..
Comments