સૂતક નિર્ણય sbofficial
.
▪️ *સૂતક અને પાતક વિશેની આ ઉપયોગી માહિતી જુદા જુદા પુસ્તકોમાંથી અલગ તારવી છે..*
***************************
▪️બાળકના જન્મ પછી દેવ પૂજાનો
અધિકાર ન રહે એને સૂતક કહેવાય..
****************************
= બાળકના જન્મ પછી લાગતું સૂતક =
પેલી પેઢી સુધી - ૨૧ દિવસ
બીજી પેઢી સુધી - ૧૫ દિવસ
ત્રીજી પેઢી સુધી - ૧૦ દિવસ
ચોથી પેઢી સુધી - ૭ દિવસ
પાંચમી પેઢી સુધી ૫ દિવસ
છટ્ઠી પેઢી પેઢી સુધી - ૩ દિવસ
સાતમી પેઢી સુધી - ૧ દિવસ
એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો
ત્યાં માત્ર પેલી પેઢી જ ગણાય છે..
ત્યાં ૨૧ દિવસનું સૂતક લાગે
જન્મ આપનાર માતા-પિતાને ૪૫ દિવસ સૂતક લાગે
***************************
▪️સાસરે ગયેલી દીકરીનું તેના પિયરમાં લાગતું સૂતક..
***************************
જો એ બાળકને પિયરમાં જન્મ આપે તો
પિયરવાળાને ૩ દિવસ સૂતક લાગે
અને જો એ દીકરી સાસરીએ જન્મ આપે તો
પિયરમાં કોઈ સૂતક લાગતું નથી
***********************
▪️ઘરે કામ કરતા નોકર - ચાકરનું સૂતક..
************************
આપણાં ઘરે કામ કરતાં નોકર
જો આપણાં ઘરે જ બાળકને જન્મ આપે તો
આપણને ૧ દિવસનું સૂતક લાગે અને
જો એના ઘરે જન્મ આપે તો
આપણને કોઈ સૂતક લાગતું નથી
*************************
▪️ઘરે પાળેલા પશુઓનું સૂતક..
*************************
જો આપણાં આંગણમાં બચ્ચાને જન્મ આપે તો
આપણને ૧ દિવસનું સૂતક લાગે
અને જો આંગણ બહાર બચ્ચાને જન્મ આપે તો
આપણને કોઈ સૂતક લાગતું નથી
પશુને બચ્ચા આવે પછી...
જો એ ગાય હોય તો એનું દૂધ ૧૫ દિવસ
આપણે આહારમાં ન લઈ શકીએ..
જો એ ભેંસ હોય તો એનું દૂધ ૧૦ દિવસ
આપણે આહારમાં ન લઈ શકીએ
જો એ બકરી હોય તો એનું દૂધ ૮ દિવસ
આપણે આહારમાં ન લઈ શકીએ
***********************
▪️માણસના મૃત્યુ પછી ઘરના સભ્યો ને દેવપૂજા નો અધિકાર ન રહે એને પાતક કહેવાય..
***********************
જે દિવસે અગ્નિ સંસ્કાર કર્યો હોય
એ દિવસને પ્રથમ દિવસ ગણવો
પેલી પેઢી સુધી - ૧૨ દિવસ
બીજી પેઢી સુધી - ૯ દિવસ
ત્રીજી પેઢી સુધી - ૬ દિવસ
ચોથી પેઢી સુધી - ૩ દિવસ
પાંચમી પેઢી સુધી ૧ દિવસ
છટ્ઠી પેઢી પેઢી સુધી – ૧૨ કલાક
સાતમી પેઢી સુધી – અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી
એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો
ત્યાં માત્ર પેલી પેઢી જ ગણાય છે..
ત્યાં ૧૨ દિવસનું પાતક લાગે
************************
▪️સાસરે ગયેલી દીકરી સાસરીમાં મૃત્યુ પામે તો આપણને ત્રણ દિવસનું પાતક લાગે..
************************
જો ઘરનો કોઈ સભ્ય બહાર વિદેશમાં મૃત્યુ પામ્યો હોય
અને સમાચાર મળે પછી જેટલા દિવસ બાકી હોય
એટલા દિવસ પાતક લાગે – અને જો એ મૃત્યુના સમાચાર
૧૨ દિવસ પછી મળે તો માત્ર સ્નાન કરવાથી પાતક મટે...
*************************
▪️ગર્ભપાત થયો હોય તો..
જેટલા મહિનાનો ગર્ભ હોય અને
જો ગર્ભપાત થઈ ગયો હોય તો
એટલા દિવસ પાતક પાળવું
ઘરનો કોઈ વ્યકતી સાધુ કે સન્યાસી થઈ ગયા હોય તો
એ સન્યાસીને આપણાં ઘરનું કોઈ સૂતક કે પાતક લાગતું નથી
પણ જો એ બની ગયેલો સાધુ કે સન્યાસી મૃત્યુ પામે તો
આપણને એક દિવસનું પાતક લાગે છે
**********************
▪️પાતક વિશે થોડી વિશેષ..
**********************
કોઇની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ..
કોઈના મૃતદેહને સ્પર્શ કર્યો હોય..
અને નનામીને કાંધ આપી હોય...
તો ૧ દિવસ પાતક લાગે
ઘરમાં કોઈ સભ્ય આત્મહત્યા કરી લે તો...
૬ મહિના પાતક લાગે
*************************
▪️સૂતક અને. પાતક ના સમય દરમ્યાન શું શું ન કરવું..!
દેવ – શાસ્ત્ર – ગુરૂની પૂજા ન થઈ શકે
દીવો અગરબત્તી ન થઈ શકે...
મંદિરમાં જે પૂજાના સાધનો છે એને સ્પર્શ ન કરાય
મંદિરની દાન પેટીમાં દાન ન નાખી શકાય
************************
▪️સૂતક અને પાતક ના સમય દરમ્યાન..
મંદિરની બહાર ઊભા રહી – ભાવ પૂજા કરી શકો
સ્તોત્ર બોલી શકો – કરમાળા કરી શકો – જાપ કરી શકો...
______________
હર હર મહાદેવ 🙏🌺
હિન્દુ ધર્મ મહાન છે જય પરશુરામ જય હિન્દુત્વ 🚩
Comments