yog વિશે

*🚩શ્રી ગણૈશાય નમ:-🚩
🌸વૈધૃતિ/વ્યતિપાત યોગ 🌸* 
        *||વિશેષ લેખ ||* 
~~~~~~~~~~~~~~~~~
અધિક માસના આપ સૌને જય શ્રી કૃષ્ણ.. 
 *(આપ સૌના કહેવાથી આ વિશેષ લેખ રજૂ કરું છું.)* 
આપણે સૌ જાણીએ છીએ કે આખાય અધિક માસનું તો ઉત્તમ ફળ છે જ. પણ એમાંય જો વૈધૃતિ કે વ્યતિપાત જેવા યોગ આવે તેનું દાન પુણ્ય માટે અધિક ફળ આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે. આ યોગમાં દાન કે પુણ્ય કરવાથી *"दत्तं भवति चाक्षयम्"* એટલે કે અક્ષય (અનેકગણું) ફળ પ્રાપ્ત થાય છે.   
આમ તો દરેક ગુજરાતી મહિનામાં એકવાર આ યોગ આવે છે, પરંતું આ અધિક મહિનામાં બે વાર વ્યતિપાત યોગ આવે છે. 
જ્યોતિષ ની દ્રષ્ટિએ આ બન્ને યોગ અશુભ માનવામાં આવે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં આવતાં આ બન્ને યોગ પૂજનીય છે. કારણકે વૈધૃતિ અને વ્યતિપાત આ બન્ને યોગ નાં દેવતા રુદ્ર છે. અને એમાંય સોનામાં સુગંધ સમાન અધિક માસ પણ શ્રાવણ છે. જે મહાદેવ નો મહિનો છે. આ યોગના દિવસે વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને 16 વસ્તુઓનું દાન કરવાથી રિદ્ધિ-સિદ્ધિ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસમાં તો બધા જ દિવસો પર્વ ગણાય છે, પરંતુ પુરુષોત્તમ માસમાં વૈધૃતિ અને વ્યતિપાત યોગ વધારે ઉત્તમ ગણાય છે. આ દિવસે સ્નાન, પૂજા, જપ, તપ અને દાન શ્રેષ્ઠ ફળ આપે છે અને ભગવાન પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ઝડપી પ્રસન્ન થાય છે અને સર્વ મનોકામના પૂરી કરે છે.
 *🍁ષોડશ દાન =* 
સાકર, મધ, તલના લાડુ, ખજૂર, કેળા,દૂધ, ઘી, દહીં, સોપારી, પાન, કપાસ, મીઠું, વસ્ત્ર, સાત ધાન્ય, નાળિયેર, તલ ભરેલું પાત્ર - આ સોળ વસ્તુઓ દાનમાં આપવાથી સંતાનની ઈચ્છાવાળાને સંતાન પ્રાપ્તિ તેમજ ધન, વૈભવ, યશ અને પ્રતિષ્ઠા આ બધું જ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ઉપવાસ અથવા એકટાણું કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે. આ વ્રતમાં સ્નાન, દાન અને જપનો મહિમા જેટલો આંકીએ એટલો ઓછો છે. આમ તો વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગ શુભ કાર્યો માટે અશુભ છે, પરંતુ અધિકમાસમાં આવતો વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગ ઘણો ફળદાયી છે. અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્ત્વ છે.
તો આવો જાણીએ કે આ અધિક માસમાં આ ઉત્તમ યોગ ક્યારે બને છે.. 
 *🍁વ્યતિપાત યોગ*
        વ્યતિપાત મહાપાત 
   અધિક શ્રાવણ વદ ચૌદશ ને મંગળવારે તારીખ ૧૫-૮-૨૦૨૩ નાં રોજ બીજો વ્યતિપાત યોગ સૂર્યોદય થી સાંજે ૫:૩૨ સુધી છે.
*----------------------*
 *🍁વૈધૃતિ યોગ*
*----------------------*
       અધિક શ્રાવણ સુદ બારસ ને રવિવાર તારીખ ૩૦-૭-૨૦૨૩ નાં રોજ સવારે ૬:૩૩ થી આખો દિવસ છે.
તો આમ દર ત્રણ વર્ષે આવતા અધિકમાસ અને એમાંય અધિકશ્રાવણ માસમાં આવતાં વ્યતિપાત અને વૈધૃતિ યોગના દિવસે યથાશક્તિ દાન, જપ તપ કરી અને આવો પુણ્યનું ભાથું બાંધીએ. 
વ્યતિપાત યોગના મહત્વ નો શ્રી ગુરુલીલામૃત પણ ઉલ્લેખ છે.
 જય શ્રી કૃષ્ણ ...
હર હર મહાદેવ..
ગુરુદેવ દત્ 

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri