ચૈત્રી નવરાત્રિ.2023


*चैत्रि नवरात्रि*  
*घट स्थापन / गरबा स्थापन* 
*તા. ૨૨-૩-૨૦૨૩ બુધવાર* 
- સવારે ૬:૦૦ થી સવારે ૯:૦૦ સુધી 
- સવારે ૧૦:૩૦ થી સવારે ૧૨:૦૦ સુધી 
- બપોરે  ૩:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી 

*घट विसर्जन / गरबा विसर्जन* 
નીચે બે તારીખ આપેલ છે 
એક.. નવમી તિથી અને બીજી... દશેરા 
કોઈપણ દિવસે આપ ઉત્થાપન / વિસર્જન કરી શકો છો 

[ ૧ ]  नवमी तिथी  
તા.૩૦-૩-૨૦૨૩ ગુરૂવાર 
- સવારે ૬:૦૦ થી સવારે ૭:૩૦ સુધી 
- સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦ સુધી 
- સાંજે ૪:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી 

[ ૨ ] दशेरा तिथी  
તા. ૩૧-૩-૨૦૨૩ શુક્રવાર 
- સવારે ૬:૦૦ થી સવારે ૧૦:૩૦ સુધી 
- બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી 
- સાંજે ૪:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી 


*देवी पूजन – भाव पूजा क्रम* 
અહિયાં જે ક્રમ અને પૂજા પદ્ધતિ બતાવી... એ માત્ર ભાવ પૂજા છે... 
વેદોકત અને શાસ્ત્રોકત પૂજા પદ્ધતિનો ક્રમ અહિયાં જળવાયો નથી એ બદલ ક્ષમાયાચના – 
[ આ લેખ લોકો આપણી ધાર્મિક પૂજા પદ્ધતિથી માહિતગાર થાય એવા હેતુથી મૂકવામાં આવેલ છે ] 

સનાતન ધર્મ આજ્ઞા અનુસાર... કોઈપણ સત્કર્મ... 
બ્રાહ્મણ અને દીપદેવ  [ દીવો ]  ની હાજરીમાં થાય તો... 
વિશેષ ફળ આપનારું બની રહે... 
માટે કોઈ બ્રાહ્મણ દેવતાને ઘરે બોલાવી...વિધિ વિધાન કરાવી... 

*जरूरी सामग्री* 
: કુળદેવી મુર્તિ અથવા ફોટો / લીલા રંગ વસ્ત્ર સ્થાપન / મગ – ૫૦૦ ગ્રામ / ચોખા – ૫૦૦ ગ્રામ / ત્રાંબા કળશ – ૨ / શ્રીફળ – ૧ / સોપારી – ૫ / નાડાછડી – ૧ / અબીલ – ૧ પેકેટ / ગુલાલ – ૧ પેકેટ / કંકુ – ૧ પેકેટ / ચંદન પાવડર – ૧ પેકેટ / અત્તર શીશી – ૧ / ગંગાજળ – ૧ બોટલ / સૂકો મેવો – ૧૦૦ ગ્રામ / અગરબત્તી પેકેટ – ૧ / ઘી – ૫૦ ગ્રામ / અખંડ દીવો – ૧ / રૂ વાટો / બાકસ / પંચામૃત એક વાટકી / રૂપિયાના સિક્કા / કપૂર ગોટી – એક / તજ લવિંગ એલચી / થાળી  – ૨ / વાટકા  – ૨ / ચમચી  – ૨ / રકાબી – ૧ / આસન – ૧ / નેપકિન  – ૧ / બાજોઠ – ૧ / કાગળ પડિયા – ૧૦ / માતાજી માટે એક નવી ચુંદડી / નિવેધમાં મીઠાઇ / લાપસી / ખીર

*માળી યાદી* : 
રોજ આ વસ્તુઓ જરૂરી છે 
મોટો ફૂલ હાર – ૧ / છૂટા ફૂલ / નાગરવેલ પાન – ૫ / ફળ - ૧  
આસોપાલવ તોરણ / પાન અને આંબાના પાન પાંચ [ પ્રથમ દિવસે ]  

ઉપર આપેલ વસ્તુઓ ડિસમાં ગોઠવી લેવી ત્યારબાદ 
યોગ્ય મુહૂર્તોમાં સ્થાપન કરવું – 

વિધિ વિધાન :  [ શકય હોય તો... કોઈ ભૂદેવને બોલાવી પૂજા કરાવવી ] 
આપણું મુખ પૂર્વ દિશામાં રહે એમ બાજોઠ ગોઠવવો... 
એના ઉપર લીલું વસ્ત્ર પાથરવું... એના ઉપર મગ પાથરવા...

[ નીચે પ્રમાણે ઘટ સ્થાપન માત્ર પ્રથમ દિવસે જ કરવું અને 
એ કુંભ ૯ દિવસ ત્યાજ રેહવા દેવો ] 

એના ઉપર અર્ધો પાણીથી ભરેલ ત્રાંબા કળશ 
એમાં સોપારી – સવા રૂપિયો – પાંચ આંબા / આસોપાલવ પાન 
અને એના ઉપર શ્રીફળ મૂકી કુંભ સ્થાપન કરી દેવું.. 
બાજુમાં માતાજીનો ગરબો મૂકવો.. 
અખંડ દીવો પ્રગટાવી દેવો – અગરબત્તી કરી લેવી... 
અને એને ચંદન કંકુ ચોખા ફૂલ અબીલ 
ગુલાલ ધૂપ દીપ અર્પણ કરવા..  
એ સમયે મનમાં અથવા મોટેથી 
માતાજીનું સ્તોત્ર બોલવું અથવા કુળદેવી મંત્ર બોલવો... 
 
ત્યારબાદ... આ નીચે આપેલ પૂજન નવ દિવસ રોજ કરવું 
બાજોઠ ઉપર સ્નાન કરાવીને 
ગણપતિ મુર્તિ મૂકી એને ચંદન ચોખા ફૂલ 
અબીલ ગુલાલ ધૂપ દીપ અર્પણ કરી દેવા 
એ સમયે મનમાં ૐ ગણેશાય નમઃ એમ બોલવું 

ત્યારબાદ... આ નીચે આપેલ પૂજન નવ દિવસ રોજ કરવું 
એક થાળીમાં માતાજી મુર્તિ અથવા સોપારી મૂકી એની પૂજા કરવી... 

પોતાની બંને આંખે જળ સ્પર્શ કરવો 
પોતાના જમણા હાથમાં એક ચમચી જળ લઈ પીવું 
[ ચમચી જળ પીવાની ક્રિયા ત્રણ વખત કરવી ] 
પછી ખાલી વાટકામાં હાથ ધોવા... 

પૂજા કરનાર પુરુષ હોય તો પોતાની શિખાએ જમણો હાથ અડાડી ગાયત્રી મંત્ર બોલી જવો 
પૂજા કરનાર સ્ત્રી હોય તો બે હાથ જોડી ગાયત્રી મંત્ર બોલી જવો.. 

ત્યારબાદ પૂજા માટે સંકલ્પ કરવો... 
એક ચમચી જળ ભરી નીચે પ્રમાણે બોલી જવું અને 
એ ચમચીનું જળ થાળીમાં રહેલ મુર્તિ અથવા સોપારી ઉપર પધરાવી જવું

ૐ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ... 
ચૈત્રી નવરાત્રિ ઉત્સવ નિમિતે... અધ્ય દિને... 
ભાવો ઉપચાર કુળદેવી પૂજન અહં કરીષ્યે... 

દીવાને નમસ્કાર કરવા... 
સૂર્યને નમસ્કાર કરવા... 
કુલદેવીને નમસ્કાર કરવા... 
ગુરુદેવને નમસ્કાર કરવા... 

ત્યારબાદ નીચે આપેલ ક્રમ પ્રમાણે 
કુળદેવી પૂજન કરવું... 
 
સહુ પ્રથમ ફૂલ હાથમાં લઈ ધ્યાન કરવું... 
ૐ કુલદેવ્યૈ નમઃ – ધ્યાનર્થે પૂશ્પમ સમર્પયામિ... 

પછી... તુલસીપત્ર હાથમાં લઈ આસન આપવું... 
ૐ કુલદેવ્યૈ નમઃ – આસનાર્થે તુલસી આસન  સમર્પયામિ... 

પછી..  મુર્તિના પગ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું 
ૐ કુલદેવ્યૈ નમઃ – પાધ્ય જલમ સમર્પયામિ... 

પછી..  મુર્તિના જમણા હાથ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું 
ૐ કુલદેવ્યૈ નમઃ – હસ્તે અર્ઘ્ય જલમ સમર્પયામિ... 

પછી..  મુર્તિના મુખ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું... 
ૐ કુલદેવ્યૈ નમઃ – મુખે આચમનમ જલમ સમર્પયામિ... 

પછી..  મુર્તિના મસ્તક ઉપર એક ચમચી જળ અર્પણ કરવું 
ૐ કુલદેવ્યૈ નમઃ – મસ્તકે સ્નાનમ જલમ સમર્પયામિ... 

પછી... મુર્તિ ઉપર પાંચ ચમચી પંચામૃત અર્પણ કરવું... 
ૐ કુલદેવ્યૈ નમઃ –  પંચામૃત સ્નાનમ સમર્પયામિ... 

પછી... મુર્તિ ઉપર ચંદન વાળું જળ અર્પણ કરવું
ૐ કુલદેવ્યૈ નમઃ – ગન્ધોદક સ્નાનમ  સમર્પયામિ... 

પછી... મુર્તિ ઉપર અત્તર અર્પણ કરવું... 
ૐ કુલદેવ્યૈ નમઃ – સુગંધી દ્રવયમ સમર્પયામિ... 

પછી.. મુર્તિ ઉપર ગંગાજળ અર્પણ કરવું... 
ૐ કુલદેવ્યૈ નમઃ – ગંગા જલ સ્નાનમ  સમર્પયામિ... 

પછી.. મુર્તિને ચંદન, કંકુ, ચોખા તિલક કરવું.. 
ૐ કુલદેવ્યૈ નમઃ – ગંધ, અક્ષત, કુમકુમ, તિલકમ  સમર્પયામિ... 

પછી.. મુર્તિને પૂષ્પ અર્પણ કરવા... 
ૐ કુલદેવ્યૈ નમઃ –  પૂષ્પમ  સમર્પયામિ... 

પછી..મુર્તિ અથવા સોપારીને સ્નાન કરાવેલ જે જળ થાળીમાં હોય 
એમાં આંગળી અડાડી એ આંગળીને પોતાની આંખે સ્પર્શ કરવો... 
પછી... ખાલી વાટકામા એક ચમચી જળ વડે હાથ ધોવા... 

પછી... ત્રાંબા કળશ હાથમાં લઇને દેવી  સ્તોત્ર બોલતા બોલતા 
થાળીમાં રહેલ મુર્તિ અથવા સોપારી ઉપર જળાભિષેક કરવો... 

પછી... એક રકાબીમાં નાગરવેલ પાન મૂકી 
એના ઉપર  ગુલાબની પાંખડીઓ મૂકી 
મુર્તિ અથવા સોપારી  માટે આસન તૈયાર કરવું અને પછી  
થાળીમાં રહેલા મુર્તિ અથવા સોપારીને શુદ્ધ જળથી સ્નાન કરાવી 
એ રકાબીમાં તૈયાર કરેલ  આસન ઉપર મુર્તિ અથવા સોપારી મૂકવા... 
અને પછી... 
એ રકાબી વાળી મુર્તિ અથવા સોપારીને બાજોઠ 
ઉપર મૂકવા અને નીચે મુજબ પૂજન કરવું... 

હવે એ સ્નાન કરાવેલ મુર્તિને
નાડાછડી વસ્ત્ર, જનોઈ, ચંદન, કંકુ, સિંદુર, ચોખા, 
અબીલ, ગુલાલ, ફૂલ, દૂર્વા, ધૂપ અર્પણ કરવા...  
પછી... મીઠાઇ / લાપસી / ખીર  નિવેધ અર્પણ કરવા, 
નાગરવેલ પાન, સોપારી, તજ લવિંગ એલચી મૂખવાસ અર્પણ કરવો 
દક્ષિણા અર્પણ કરવી, આરતી કરવી, 
મંત્ર પૂષ્પાંજલી અર્પણ કરવી અને 
કુળદેવી માતાનો જયકારો બોલાવવો... 


*વિસર્જનની પદ્ધતિ* 
જે કાઇ સ્થાપના કરી એને કંકુ ચોખા ફૂલ અર્પણ કરવા 
અને પ્રાર્થના કરી વિદાય આપવી... 
- માતાજીનો ફોટો / મુર્તિ એમની જે રોજની જ્ગ્યા હોય ત્યાં મૂકી દેવો 
- લીલા રંગ સ્થાપન અને એમાં રહેલા અનાજ મંદિરે મૂકી આવવું 
- કુંભ ઘડામાં રહેલ જળ ઘરમાં અને ફળિયામાં છાંટી દેવું 
- કુંભ ઘડામાં રહેલ સોપારી અને સવા રૂપિયો લાલ, લીલું કે પીળા કપડામાં વીંટીને તિજોરીમાં મૂકવો  અને કુંભ ઘડા ઉપર રહેસ્લ શ્રીફળ દેવી મંદિરે મૂકી આવવું... 
- રોજે રોજ ચડાવેલ ફૂલ હાર પાંદડા એ બધુ જળ પ્રવાહ આપવું 

हरि स्मरण सह प्रणाम । 
- भोलानाथ शास्त्री

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri