maha Navratri
સર્વે મિત્રોને જય માતાજી મહા મહિનો માતાજી ની નવરાત્રી (ગુપ્ત નવરાત્રી ) સાથે આવી રહ્યો છે.
*મહા શુદ એકમ ને રવિવાર તા.22/1/2023 ના રોજ બેસતો મહિનો નવરાત્રી પ્રારંભ અને મહા વદ નોમ
તા. 30/1/2023 ને સોમવાર ના રોજ નવરાત્રી સમાપ્ત.
*મહા સુદ (માઈ બીજ) બીજ સોમવાર તા. 23/1/2023
ચંદ્ર દર્શન
*મહા સુદ ત્રીજ (ગૌરી ત્રીજ) મંગળવાર તા. 24/1/2023
*મહા સુદ ચોથ બુધવાર તા. 25/1/2023 ના વિનાયક ચતુર્થી , ગણેશ જયંતી , વરદ ચતુર્થી છે.
*મહા સુદ પાંચમ (વસંત પંચમી), શ્રી પૂજન, સરસ્વતી પૂજન , મદન પંચમી તા.26/1/2023 પ્રજાસત્તાક-ગણતંત્ર દિવસ ગુરુવારે છે.
* મહા સુદ સાતમ શનિવાર તા.28/1/2023 રથ-આરોગ્ય-વિધાન સપ્તમી ભીષ્માષ્ટમી
*મહા સુદ આઠમ દુર્ગાષ્ટમી શ્રી ખોડિયાર જયંતી તા.29/1/2023 રવિવારે છે.
*મહાનંદા નોમ તથા નવરાત્રી સમાપ્ત મહા સુદ નોમ સોમવાર તા.30/1/2023 ના રોજ થશે.
માતાજીની કૃપા પ્રાપ્તી, ભક્તિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ દિવસો છે. દુર્ગા સપ્તશતી પાઠ( ચંડીપાઠ), સપ્તશ્લોકી દુર્ગા, શ્રીસુક્ત, દુર્ગા બત્રીશનામ સ્તોત્ર, નવાર્ણમંત્ર જપ, અથવા જે કોઇ ઈષ્ટ દેવ કે કુલદેવી નો મંત્ર કે સ્તોત્ર ના પાઠ કે જપ, ગાયત્રી મંત્ર જપ, વિગેરે કરી શકાય. સમય ની અનુકુળતા મુજબ યજન કરી શકાય. જો કોઇ મંત્ર કે સ્તોત્ર નુ અનુષ્ઠાન કરવુ હોય તો સવાયુ એટલે કે સવા ગણુ કરવાથી હોમ તર્પણ માર્જન ની જરુર રહેતી નથી. માટે 125, 1250 ,12500 એવી રીતે અનુષ્ઠાન કરી અને જીવનમાં સુખ શાંતિ પ્રગતિ વિગેરે પ્રાપ્ત કરી શકાય.
🙏🏻 જય માતાજી 🙏🏻
Comments