आध्यामिक क्रांति नेता को स्मृति दिन पर प्रणाम।


     આધ્યાત્મીક ક્રાંતિના પ્રણેતા, અગ્રદૂત પ્રજાપિતા બ્રહ્માનો ૫૪ મો સ્મૃતિ દિવસ આજે વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાશે.
    વિશ્વના ૧૪૦ દેશોના ૧૦ હજાર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર વિશ્વ મહા પરિવર્તનના કાર્યને પૂર્ણ કરવા  સંકલ્પ લેવાશે.
  શાંતિવનમાં ભવ્ય યોગા તપસ્યા  તથા શાંતિ સ્થંભ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન
   આબુ- તા -૧૭-૧-૨૦૨૩
   આંતરરાષ્ટ્રીય આધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આધ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્માના ૫૪ માં સ્મૃતિ દિવસે આજે ૧૮ જાન્યુઆરીના રોજ  ૧૪૦ દેશોના ૧૦ હજાર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.
         બ્રહ્માકુમારીઝ, માઉન્ટ આબુ મીડિયા વિગના ડૉ રાજેશ ભોજક એ માહિતી આપી હતી કે ૧૯૩૭ માં પરમાત્મા શિવે બ્રહ્મા બાબાના દેહનો આધાર લઈ વિશ્વ મહા પરિવર્તન ભારત પર દૈવી સંસ્કૃતિની સ્થાપનાના વિશાળ કાર્યનો પ્રારંભ કર્યો હતો. તે સમયમાં પિતાશ્રી બ્રહ્માએ નાની ઉંમરની કન્યાઓ પર ઈશ્વરીય જ્ઞાનનો કળશ મૂકી જીવનને પવિત્ર દિવ્ય ગુણ સંપન્ન બનાવવા ૧૪ વર્ષ ગહન રાજયોગા તપસ્યા કરી અને બાળ બ્રહ્મચારી ભાઈ બહેનોના નાનકડા ગ્રુપ ને બ્રહ્મા કુમાર કુમારી નામ આપીને દેશ-વિદેશની માનવસેવામાં સમર્પિત કર્યા. અને અધ્યાત્મ ક્રાંતિ,નારી શક્તિ ના અધ્યાત્મ સશક્તિકરણના પ્રણેતા બ્રહ્મા બાબાએ વિશ્વની દિવ્ય સેવાર્થે ૧૮ જાન્યુઆરી ૧૯૬૯ માં પોતાનો દેહત્યાગ કરી અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરી હતી. આજે તેમનો ૫૪ મો અવ્યક્ત સ્મૃતિ દિવસ છે.
     દેશ વિદેશના ૧૦ હજાર બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર પર આજે સવારે ૪થી ૮ રાજ યોગાભ્યાસ, ઈશ્વરીયા જ્ઞાન ક્લાસ તથા બાબાને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાશે. તથા પોતાને દિવ્યતા સંપન્ન બનાવવા દ્રઢ સંકલ્પ લેવડાવશે તથા બાબાના કાર્યને સંપન્ન બનાવવાના વૈશ્વિક કાર્યમાં બ્રહ્મકુમાર ભાઈ બહેનો જોડાઈને પરમાત્મ અવતરણનો શિવ સંદેશ આપશે.
                પિતાશ્રીજી ની સ્મૃતિમાં બનાવેલ મા. આબુ સ્થિત "શાંતિ સ્તંભ"ખાતે હજારો ભાઈ બહેનો  સાથે દાદીજી ,વરિષ્ઠ બ્રહ્માકુમાર ભાઈ બહેનો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે . આબુરોડ શાંતિવન ખાતે આવેલ ડાયમંડ હોલમાં દેશ વિદેશના ૨૫ હજાર ભાઈ બહેનો વિશ્વ શાંતિના સંકલ્પ સાથે સપ્તાહ ભર ના કાર્યક્રમ બાદ ગહન રાજયોગાની તપસ્યા દ્વારા બાબાના કાર્યને પૂર્ણ કરવા પોતાને પૂર્ણ સમર્પિત કરી સાચી શ્રદ્ધાંજલિ આપશે.

Comments

Popular posts from this blog

આજનું પંચાંગ તથા રાશિ ભવિષ્ય. (૨૨/૧૧/૨૦)

Bhairav ashtakam

એકાદશી વ્રત