पा शांकुशा एकादशी।। ekadashi

બ્રહ્માંડ પુરાણમાં યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણે પાસાંકુશા એકાદશીનું માહાત્મ્ય કહ્યું છે, જે આ વ્રત કરે છે તે આવા ફળ મેળવે છે. “પાસાંકુશા એકાદશી”
પાસાંકુશા / પાશાંકુશા અથવા પાપાંકુશા એકાદશી આસો માસમાં શુકલ પક્ષમાં આવે છે. તેનું માહાભ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવાયું છે. આ વર્ષે આ એકાદશી 6 ઓક્ટોબર 2022 ના રોજ છે.
યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછયું, ‘હે મધુસુદન, આસો માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ, મહત્ત્વ, વિધિ અને ફળ વિશે મને કહો.’ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે રાજન, આ એકાદશીનું નામ પાસાંકુશા અથવા પાપાંકુશા એકાદશી છે. આ એકાદશીનું માહાભ્ય સાંભળવાથી બધા પાપ નાશ પામે છે. આ એકાદશીએ દરેકે પદ્મનાથની પૂજા કરવી જોઈએ.
આ એકાદશી મોક્ષ આપે છે, સ્વર્ગનું તમામ સુખ અને ઈચ્છિત ફળનું પ્રદાન કરે છે. વિષ્ણુનું સંકીર્તન કરવા માત્રથી જ પૃથ્વી પરના બધા પવિત્ર સ્થળોની યાત્રા કરવાથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય મળે છે. પાપાચારી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ જો માનવી વિષ્ણુ ભગવાનના શરણે જાય તો પાપમાંથી છુટકારો મળે છે.
જે વૈષ્ણવો ભગવાન શિવની નિંદા કરે છે અને જે શિવપંથીઓ ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે બધાં જ નરકમાં જાય છે. સહસ્ત્ર અશ્વમેઘ, સો રાજસૂય યજ્ઞ એ આ એકાદશી કરવાથી મળતા પુણ્યના સોળમા ભાગના પુણ્યનું પણ બરોબર નથી. આથી આ એકાદશીના જેટલો પવિત્ર ભાગ્યે જ કોઈ બીજો દિવસ છે જે પ્રભુ પદ્મનાથને પણ અતિ પ્રિય છે.
હે રાજન, જે મનુષ્ય આ એકાદશી નથી કરતો તેના શરીરમાં પાપોનો વાસ રહે છે. આ એકાદશી કરનારને મોક્ષ મળે છે. સ્વર્ગનું સુખ, વિષયોમાંથી મુક્તિ, સુંદર સ્ત્રી, ધન-ધાન્ય-સમૃદ્ધિ મળે છે. અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે.’
શ્રીકૃષ્ણ કહે છે, ‘હે રાજન, આ એકાદશી કરનાર વ્યક્તિ માતૃપક્ષની દસ, પિતૃપક્ષની દસ અને સ્ત્રી પક્ષીની દસ પેઢીનો ઉદ્ધાર કરે છે. જે કોઈ વ્યક્તિ બાલ્યાવસ્થા, જુવાની કે વૃદ્ધાવસ્થામાં આ એકાદશી કરે છે તે આ ભૌતિક જગતની યાતનાઓ ભોગવતો નથી. પરંતુ વિષ્ણુલોક મેળવે છે. જે વ્યક્તિ સોનું, તલ, ભૂમિ, ગાય, અન્ન, જૂતા, છત્રીનું દાન કરે છે તેને યમરાજનું દર્શન કરવું પડતું નથી. આ ઉપરાંત જે વ્યક્તિ પરોપકારાર્થે કૂવા, તળાવો બાંધે, ભૂમિ અને મકાનનું દાન કરે છે, હોમ કરે છે તેને યમરાજા શિક્ષા કરતાં નથી.
તેથી જ આ એકાદશીનું પ્રત્યક્ષ ફળ કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ જ છે અને પરોક્ષ ફળ ભૌતિક સુખ-સમૃદ્ધિની હંગામી પ્રાપ્તિ બને છે.

🙏 શાસ્ત્રીજી🙏

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri