parayan
પારાયણકરવાથી શું થશે ?
પારાયણ શબ્દથી દરેક રંગ ભક્ત સારી રીતે જાણકાર છે.
ખાસ કરીને દત્ત જયંતિ, રંગ જયંતિ, સ્વામી સમર્થ પ્રગટદિવસ, ગજાનન મહારાજ વગેરેમાં ખાસ પારાયણનું આયોજન થાય છે.
તો આવો આપણે જોઈએ:-
૧. પારાયણ એટલે શું છે ?
૨. તે શામાટે કરવુ ?
૩. તેનાથી શું મળશે ?
૪. સત્પુરુષ ના ( રંગ લીલામૃત, ગુરૂલીલામૃત, શ્રી પાદ વલ્લભ ચરિત્ર, વગેરે) ચરિત્ર, લીલા વગેરે નું જ શાં માટે?
પારાયણ એટલે પરાયણ થવું
૧. પારાયણ સાત દિવસનું હોય છે. એક નિશ્ચિત સમય નક્કી કરી ( સાતે દિવસ ) આજે સવારે ૭ વાગે તો બીજા દિવસે પણ તેજ સમયે શરૂઆત કરવી.
૨. પછી આવે છે એકટાણું કરવું અને એક જ ધાન્ય લેવું.
આજે વાંચન પછી ઉપવાસ છોડતા જો મગની દાળ અને રોટલી લીધા હોય તો સાતે દિવસ એ જ પદાર્થ લેવા. ( હવિષ્યાન લેવું, તામસી પદાર્થો નો ત્યાગ કરવો).
૩. આ સાથે પગમાં ચમ્પલ ન પહેરવા.
સાત દિવસ મન, વચન અને કર્મ થી બ્રહ્મચર્ય નું પાલન કરવું.
૪. સાદી ચટાઈ, કામળો, કે શેતરંજી પર સૂવું.
૫. જુટ્ઠુ ના બોલવું, સંપૂર્ણ ધ્યાન ફક્ત ઈશ્વર માં રાખવું.
૬. કોઈના પાથરણા પર, પલંગ પર ન બેસવું, વગેરે.
આ નિયમોનું પાલન કરવું. અને તે માટે પરાયણ એટલે સાવધ (દક્ષ) રહેવું એ જ પારાયણ
શું મળશે ?
પારાયણ કંઈ માગવા માટે નથી, આપણે કાંઈ જોઈતું હોય તો માત-પિતા ને કહીયે તે પ્રમાણે ઈશ્વર ને પાર્થના કરવી..
“બાળક ગમે તેટલી હટ્ઠ કરે પણ તે ને યોગ્ય શું છે તે માતા સારી રીતે જાણે તેમ ભક્તોને માટે શું યોગ્ય છે ઈશ્વર નક્કી કરે છે.” આપણે ફક્ત સંકલ્પ રૂપે ઈશ્વર સામે મુકવું.
સર્વે નિયમોનું પાલન કરી, કાચબા વૃત્તિથી સૌ અહંકાર, ગર્વ, લોભ વગેરે નો ત્યાગ કરી સંપૂર્ણ ચિત્તવૃત્તિ પ્રભુમાં વાળવી એટલે પારાયણ
જ્યારે નાના બાળકો રોટલી વણે ત્યારે એ નકશીદાર રોટલી માટે માતા શાબાશી આપે તે પ્રમાણે ઈશ્વર પણ આપણે યોગ્ય રીતે કરેલા પારાયણ ની નોંધ લે છે.
श्री गुरुदेव दत्त दत्त दत्त,,,,,
-------------------------------
પારાયણ એટલે શું.
-------------------------------
પારાયણ એટલે પોતાના ગુરૂ, સંત, કે ઈશ્વર ચરિત્રના અધિકૃત ગ્રંથનું પોતાની ઈચ્છા થી, શુદ્ધ અંતકરણ સાથે, શાંત મનથી, રાગદ્વેષ રહિત, એક જ આસનપરથી, સંપૂર્ણ ઓતપ્રોત થઈ, વાંચી-સમજી કરી ને, સંતોને સાચી રીતે ઓળખવામાં આવે, તેમનાં ચરિત્ર અને શિખામણ સમજી તેમણે કહેલા/બતાવેલ નિતી ના માર્ગપર ચાલવાનો પુરેપુરો પ્રયત્ન કરવો એટલે પારાયણ.
--------------------------------------
નીચે બતાવેલ કારણો થી કરેલું વાંચન *પારાયણ ના કહેવાય*.
● બીજા કરે છે માટે કરેલું વાંચન. (પારાયણ શબ્દ ન વપરાય).
● બીજા ની વાહવાહ મેળવવા કરેલું વાંચન.
● બીજા કરતાં જલ્દીથી વાંચવાનું બતાડવા માટે સ્પર્ધાત્મક વાંચન, ભક્તિ માર્ગ માં સ્પર્ધા ને સ્થાન નથી.
● માત્ર પ્રસિદ્ધિ માટે કરેલું વાંચન.
● માનધન કે પૈસા લઈને કરેલું વાંચન.
● બોધ કે શીખામણ સમજ્યા વગરનું વાંચન.
🙏🌹શ્રી ગુરૂદેવ દત્ત 🌹🙏
*COPY PASTE... OM RANGRAJ OM*
#SHASHTRIJi BHAVNAGAR
Comments