આજ ની સત્ય ઘટના (પ્રેરણા દાયક વાત ) પોસ્ટ by shashtriji bvn guj

*લઘુ કથા:- મદદ કરવાની સાચી રીત..!!👌🏽👌🏽* 🌹🌹

સોસાયટી માં ઘર બેઠા નાના_નાના બાળકો 👩‍🦲ને ભણાવતી એક ટીચર👩🏻‍🏫 ની ઘરે લોટ અને શાકભાજી 🥗ખલાસ થઇ ગયા..!! હમેશા સાદગી થી રહેનારી ટીચર ને બહાર મળતા મફત રેશન ની લાઈન માં👫🏻👭🏽🧍🏼 ઉભા રહેવામાં સ્વાભાવિક રીતે ખુબ સંકોચ થયો..!! 😥
ફ્રી માં રેશન આપવા વાળા યુવાનો👥 ને જયારે આ વાત ની ખબર પડી ત્યારે એ લોકો એ જરૂરિયાત મઁદો ને ફ્રી માં લોટ અને શાકભાજી આપવાનું તત્કાળ પૂરતું બઁધ કર્યું,, આ તો બધા ભણેલા ગણેલા👩🏻‍🎓👨🏼‍🎓 યુવાનો હતા, અંદરોઅંદર વિચાર વિમર્શ કરી ને નક્કી કર્યું કે આવા તો કેટલાય મધ્યમ વર્ગ ના પરિવારો ને જરૂરત હોવા છતાં, પોતાના આત્મસન્માન ને કારણે ફ્રી માં મળતા રેશન ની લાઈન માં નથી ઉભા રહી શકતા.!! આ યુવાનો એ પોતાના વિચારો વડીલો👳🏼‍♀ ની સમક્ષ વ્યક્ત કર્યા અને તેઓ ની સલાહ બાદ બીજે જ દિવસે ફ્રી રેશન નું બોર્ડ હટાવી ને બીજું બોર્ડ લગાવ્યું📜...જેમાં લખ્યું તું..🗣
*-ખાસ ઓફર:- *કોઈ પણ  શાકભાજી🥗 Rs.15 ની કિલો મળશે અને સાથે એટલો જ લોટ અને દાળ 🍲 ફ્રી આપવામાં આવશે...!!*
આ બોર્ડ જોઈ ને ભિખારી ની ભીડ દૂર થઇ ગઈ અને મધ્યમ વર્ગ ના મજબૂર લોકો હાથ માં ૨૦-૩૦ રૂપિયા 💵 લઇ ને ખરીદી કરવા લાઈન માં👫🏻👭🏽🧍🏼👬🏻 ઉભા રેહવા લાગ્યા..!! એ ખાત્રી સાથે કે હવે તેમના આત્મસન્માન ને ઠેસ નહીં પહોંચે...!! ☺
આજ લાઈન માં બાળકો ને ભણાવનારી ટીચર, 👩🏻‍🎓મોઢા પર પરદો રાખી, હાથ માં મામુલી રકમ લઇ ને ઉભી🧍🏻‍♀રહી ગઈ. આંખો ભીની હતી પણ મન માં સંકોચ હવે નહોતો. પોતાનો વારો આવ્યો, જરૂરી સામાન લઇ, પૈસા ચૂકવી ને ઘરે આવી. સામાન ખોલી ને જોયું તો જેટલા પૈસા💵 ચૂકવી ને રેશન લીધેલું એટલા જ પૈસા 💵રેશન ની સાથે પડેલા હતા...!!! એણે ચુકવેલા પૈસા💵 પેલા યુવાનો એ સામાન ની બેગ માં પાછા મૂકી દીધા હતા .!
આ યુવાનો, જેટલા લોકો પૈસા ચૂકવી ને સામાન લઇ જતા હતા તે બધા ને તેમના ચુકવેલા પૈસા💵 તેમની બેગ માં પાછા મૂકી દેતા હતા..!! એ સત્ય છે કે આવડત અને રીત, ખોટા દેખાવો કરતા વધુ મજબૂત છે. મદદ જરૂર કરો પણ કોઈના આત્મસન્માન ને ઠેસ પહોચે એવી રીતે ના કરો..!! *જરૂરિયાતમંદો* નો ખ્યાલ રાખતા રાખતા *ઈજ્જતદાર મજબુરો* નો પણ આદર કરો...!!☑ અને વિશ્વાસ રાખો કે *ઈશ્વર* તમારા પર સ્નેહ ભરી નઝર રાખશે...!!🕉☪✝☮

#ભૂદેવ૩૮
#શાસ્ત્રીજી 

Comments

Popular posts from this blog

सप्तमर्यादा: कवयस्तचक्षु: । shastri bhavnagar