आषाढ़ मास व्रत ૦૬/૦૭/૨૦૨૫

હર મહાદેવ जय भगवान जय श्री कृष्ण ૐ નમઃ શિવાય હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે દેવશયની એકાદશી 6 જુલાઈ રવિવાર ના રોજ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસ તથા વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્માએકાદશી ના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા નીચે પ્રમાણે છે. યુધિષ્ઠિરે કહ્યું, "હે કેશવ! હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો." શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન્! બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું. સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્ય...